Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

લક્ષ્મીનગરમાં અશોકભાઇ ટીલાવતના મકાનમાં ૪૭ હજારની ચોરીઃ માસીજી સાસુ પર શંકા

પત્ની ભાવીનીબેન શાકભાજી લઇને આવતા'તા ત્યારે માસીજી ગીતા ધોળકીયાને ઘરની બહાર નીકળતા જોયા'તા

રાજકોટ, તા., ર૭: લક્ષ્મીનગરમાં રહેતા બાવાજી યુવાનના મકાનમાં તસ્કરો ત્રાટકી તથા સોનાની બુટી મળી રૂ. ૪૭ હજારની મતા ચોરી ગયા હતા. જેમાં બાવાજી યુવાને નોંધાવેલી ફરીયાદમાં શકદાર તરીકે તેના માસીજી સાસુનું નામ આપ્યું છે.

મળતી વિગત મુજબ લક્ષ્મીનગર શેરી નં. રમાં ચામુંડા પ્રોવીઝન સ્ટોરની બાજુમાં રહેતા અશોકભાઇ પ્રવિણભાઇ ટીલાવત (ઉ.વ.૪૦)એ ભાવીનીબેન સોની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પોતે ભુપેન્દ્ર રોડ પર શુભમ કોમ્પલેક્ષમાં આવેલ બજાજ ઇલેકટ્રીક કંપનીમાં નોકરી કરે છે. તેથી ગત તા. ૧૪-૪ના રોજ પોતે નોકરીએ ગયા હતા અને પત્ની ભાવીનીબેન ઘરના દરવાજાને આંકડીયો મારી શાકભાજી લેવા ગયા હતા. ભાવીનીબેન પરત આવ્યા ત્યારે ઘરમાં કબાટ ખુલ્લો જોતા તપાસ કરતા તેમાંથી રૂ. ૪૦ હજાર રોકડા તથા બે સોનાની બુટી મળી રૂ. ૪૭૦૦૦ની મતાની ચોરી થઇ હોવાની ખબર પડતા તેણે પતિ અશોકભાઇને બનાવની જાણ કરી હતી અને ભાવીનીબેને જણાવ્યું હતું કે, પોતે જયારે શાકભાજી લઇને ઘરે આવ્યા ત્યારે તેના માસી ગીતાબેન રાજેન્દ્રભાઇ ધોળકીયા (ઉ.વ.૪૦)ને પોતાના ઘરેથી નીચે પગથીયા ઉતરતા જોયા હતા. ભાવીનીબેનના માસી ગીતાબેન નીચેના માળે રહે છે અને ભાવીનીબેનના સંતાનોને પણ સાચવે છે. તેથી તે અવાર નવાર ઘરે આવતા જતા હોય છે. ત્યાર બાદ અશોકભાઇ પત્ની ભાવીનીબેને માસી ગીતાબેનની આ બાબતે પુછતાછ કરતા સંતોષકારક જવાબ આપતા ન હતા. ત્યાર બાદ માસી ગીતા ધોળકીયા મકાનને તાળુ મારી જુનાગઢ જતા રહેતા અશોકભાઇ અને ભાવીનીબેનને શંકા જતા અશોકભાઇએ માલવીયા નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં શકદાર તરીકે તેના માસીજી સાસુનું નામ આપ્યંુ છે. આ અંગે પીએસઆઇ જે.કે.પાંડાવદરા તથા રાઇટર પ્રશાંતસિંહે તપાસ આદરી છે. (૪.૫

(4:41 pm IST)