Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

નંદનવન હાઇટસના પગથીયા પાસે વરલીનો જુગાર રમાડતો રવી પકડાયો

રાજકોટ, તા.૨૭ : કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે નંદનવન હાઇટસ પગથીયા પાસે વરલીના આંકડા લખી જુગાર રમાડતો લોહાણા શખ્સને આજીડેમ પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી તથા શૈલેષભાઇ સહિત પેટ્રોલિંગમાં હતા,  ત્યારે બાતમીના આધારે રણુજા મંદિરની સામે નંદનવન હાઇટસ એપાર્ટમેન્ટનાં પગથિયા પર વરલીના આંકડા લખી જુગાર રમાડતો રવિ હર્ષદભાઇ આહયા (ઉ.વ.૩૪) રહે. નંદનવન હાઇટસ ફલેટ નં.૩૦૩ને પકડી લઇ રૂ.૪૯૦૦ ની રોકડ તથા મોબાઇલ મળી રૂ.૯૯૦૦ ની  મતા કબજો કરી કાર્યવાહી કરી હતી.(૨૩.૯)

 

(4:41 pm IST)