Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

શાપર વેરાવળમાં રાકેશ દારૂની ૮ બોટલ સાથે પકડાયો

શાપર પરફેકટ હોટલ પાસેથી રાજો સોહલીયા ૩ બોટલ દારૂ સાથે ઝડપાયો

રાજકોટ તા. ર૭: શાપર વેરાવળમાં શીતળા માતાના મંદિર પાસેથી પોલીસે પારડીના શખ્સને દારૂની ૮ બોટલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શાપર વેરાવળ પોલીસ મથોકના હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતે બાતમીના આધારે દરોડો પાડી શાપર-વેરાવળમાં પારડીના રાકેશ રામજી હરસોડા (ઉ.વ. ર૮) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં શાપરમાં આવેલ પરફેકટ હોટલ નજીકથી રાજો અરજણ સોહલીયા (ઉ.વ. ૩૪) ને દારૂની ત્રણ બોટલ સાથે પકડી લીધો હતો. (૭.ર૪)

(4:41 pm IST)