Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

રૈયાધારમાં મહેશ પરમારે પત્નીને ઢીકાપાટુ મારી સસરાને છરી ઝીંકી દીધી

ચાર માસથી રિસામણે બેઠેલી રેખાબેન રાત્રે બહેનની ઘરે ગઈ ત્યારે બનાવ

રાજકોટ, તા. ૨૭ :. રૈયાધાર પાણીના ટાંકા પાસે વણકર મહિલા બહેનના ઘરે ટુવ્હીલર લેવા ગયા ત્યારે પતિએ ઢીકાપાટુનો માર મારી છોડાવવા માટે વચ્ચે પડતા સસરાને પણ છરીથી હુમલો કરતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ પર ઈન્ડીયન પાર્ક આરએમસી કવાર્ટરમા માવતરે છેલ્લા ચાર માસથી રીસામણે આવેલા રેખાબેન મહેશભાઈ પરમાર (ઉ.વ.૩૪) ગઈકાલે રૈયાધાર પાણીના ટાંકા પાસે તેની બહેન ભાવનાબેનના ઘરે ટુવ્હીલર લેવા માટે ગયા હતા ત્યારે પોતે ચાર માસથી રિસામણે હોય તે બાબતનો ખાર રાખી પતિ મહેશ આલાભાઈ પરમાર (રહે. કેવલમ સામે આરએમસી કવાર્ટર) એ આવી ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેને છોડાવવા માટે રેખાબેનના પિતા પ્રેમજીભાઈ બધાભાઈ સિંધવ વચ્ચે પડતા જમાઈ મહેશે તેને પણ મોઢા તથા માથાના ભાગે છરી ઝીંકી દીધી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઈ જતા રેખાબેન તથા તેના પિતા પ્રેમજીભાઈને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ પી.એ. ગોહેલે રેખાબેનની ફરીયાદ દાખલ કરી તપાસ આદરી છે.(૨-૪)

(4:40 pm IST)