Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

હરીપરની પર વિઘા જમીન સંદર્ભે જામનગર કલેકટરનો હુકમ સ્ટે કરતી હાઇકોર્ટ

રાજકોટ, તા., ર૭: રૂગનાથભાઇ તેજાભાઇ પટેલ (રહે. બાદનપર) એ સ્ટેટ ઓફ ગુજરાત સામે હાઇકોર્ટમાં કરેલી સ્પેશ્યલ સીવીલ એપ્લીકેશન સંદર્ભે  જામનગર કલેકટર શ્રીનો હુકમ અરજદારની તરફેણમાં સ્ટે કર્યો છે.

અરજદાર રૂગનાથભાઇએ સામેવાળા સવજીભાઇ તેજાભાઇ પટેલ (રહે. માલવીયાનગર-રાજકોટ) પુરીબેન સવજીભાઇ પટેલ અને ૩ થી ૬ સરકારી પ્રતિનિધિઓ ધ્રોલ તાલુકાના હમીરપરની જમીન સર્વે નં. ૧૩૯ તથા ૧૪રની પર વિઘા જમીન જે ૧૯૬૬થી પોતાની સ્વતંત્ર આવકમાંથી ખરીદી હતી. તે જમીન નિયમ વિરૂધ્ધ અને કાયદાની જોગવાઇઓનો અમલ કર્યા સિવાય ૧૯૭૩ માં સવજીભાઇએ તેમના નામે ખોટી એન્ટ્રી પડાવી લીધી હતી. આ બારામાં અરજદારે ૧૯૯૮ માં સુઓમોટો કેસ દફતરે લીધો હતો. કેસની સુનાવણી દરમિયાન કલેકટરશ્રી તથા સ્પે. સેક્રેટરી (વિવાદ) દ્વારા અનુક્રમે ર૪-૧-ર૦૧૭ અને તા.૧૪-ર-ર૦૧૬ના ઠરાવ કર્યા હતા. જેની સામે અરજદારે હાઇકોર્ટમાં મનાઇ હુકમ માંગ્યો હતો. આ બારામાં ગત તા. ૬ ઠ્ઠી એપ્રિલે જસ્ટીસ એન.વી. અંજારીયાની બેન્ચે અરજદાર રૂગનાથભાઇના એડવોકેટ એસ.કે.પટેલ  અને સરકારી વકીલ મનન મહેતાની દલીલો સાંભળી કલેકટર જામનગરનો હુકમ વચગાળાની રાહતરૂપે સ્ટે કરી આગામી ૧૪-૬-ર૦૧૮ના સુનાવણી મુકર્રર કરી છે.(૪.૨૨)

(4:40 pm IST)