Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ચેક રિટર્ન કેસમાં આરોપી કોર્ટ મુદ્દતે હાજર નહિ થતા વોરંટ

રાજકોટ તા.૨૭: ચેક રીટર્ન કેસમાં કોર્ટમાં હાજર નહીં રહેતા આરોપી સામે વોરંટ કાઢવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી પરાગભાઇ અનિલભાઇ સોલંકીએ આરોપી અવચરભાઇ રામજીભાઇ પરમારને મિત્રતા અને સંબંધના દાવે રૂ.૧૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પંદર લાખ પુરા હાથ ઉછીના આપેલ, જે રકમ પરત ન આપતા આ કામના ફરીયાદીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ફરીયાદ કરેલી હતી.

આ કેસમાં આરોપી કોર્ટમાં ગેરહાજર રહેતા રાજકોટના ચીફ જયુડી. મેજી.એ આરોપી અવચરભાઇ રામજીભાઇ પરમાર વિરૂધ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કરેલ છે. આ કામમાં ફરીયાદી તરફે વકીલશ્રી શૈલેષ એમ.ગોંડલીયા રોકાયેલા છે.(૩.૨૭)

 

(4:39 pm IST)