Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

છાત્રા સાથે બળાત્કારના આરોપીને પકડવા દળવા ગામે પોલીસ પહોંચી

ઉમરાળાના દળવા માં પોલીસ પહોંચતા જગદિશ મહિડાના ઘરે તાળા

રાજકોટ તા. ૨૭: ઉમરાળા તાલુકાના દળવા ાગામના શખ્સે ટ્રેન હેઠળ કપાઇ જવાની ધમકી આપી રાજકોટમાં છાત્રા સાથે બળાત્કાર ગુજારવાના બનાવમાં મહિલા પોલીસે આરોપીને પકડવા માટે દળવા ગામે દરોડો પાડતા આરોપી સહિતના પરિવારજનો ભાગી ગયા હતા.

મળતી વિગતો મુજબ યુવતી અને તેના મોટાબાપુ ટ્રેનમાં જતા હતા. ત્યારે વિરમગામ સ્ટેશન આવતા આરોપી જગદિશ મનજી મહિડા (રહે. ઉમરાળા તા. દળવા) અને તેના કાકા જગદિશ બધા મહિડા તેમની પાસે આવ્યા હતા. અને આરોપી જગદિશે જોતું ટ્રેનમાંથી નહી ઉતરે તો ટ્રેન હેઠળ હું કપાઇ જઇશ, તેમ કહી તે યુવતીને લઇ રાજકોટ આવ્યો હતો. રાજકોટમાં ક્રિસ્ટલ મોલ પાછળ આવેલા એક કોમ્પ્લેક્ષ ના ફલેટમાં ૨૦ માર્ચના રોજ લઇ આવ્યો હતો. અને ત્યાં ૧૨ દિવસ રહી યુવતી પર બળાજબરી થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું. આ પહેલા આરોપી જગદિશની માતા ૨૪ માર્ચના રાજકોટ આવી લગ્ન કરાર પણ કર્યા હતા. બાદમાં ઐપ્રિલની પહેલી તારીખે બંન્ને રાજીખુશીથી અલગ થયા હતા. તેમ છતા આરોપી જગદિશ પોતે મરી જશે, તને પણ મારી નાખશે. તેવી ધમકી આપતા અંતે યુવતીએ ઉમરાળા પોલીસમાં ફરીયાદ નોંધાવ્યા બાદ ફરીયાદ રાજકોટ મહિલા પોલીસ મથકમાં ટ્રાન્સફર કરતાપીએસઆઇ એચ.ડી. સોલંકી અને રાઇટર હાજીભાઇએ ઉમરાળાના દળવા ગામે આરોપીને ઘરે આરોપીને પકડવા માટે પહોંચતા જગદિશ મહિડા તેના પરિવારજનો સાથે નાશી ગયા હતા.(૧.૧૪)

(4:27 pm IST)