Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પારેવડી ચોકમાં ટ્રાન્સફોર્મર ફાટયું : આગ ભભૂકી...

રાજકોટ : આજે બપોરે ધોમધખતા તાપ દરમિયાન જ પારેવડી ચોકમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મર ધડાકા સાથે ફાટતા અને તણખા ઝરવા માંડતા આગ ભભૂકી ઉઠી હતી. આગના લબકારા ચાલુ થઇ જતા અને હેવી લાઇન હોય લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી, ભારે ગભરાટ ફેલાયો હતો. આ દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમો દોડી આવી હતી અને પાણીનો મારો ચલવી આગ બૂઝાવી દેવાઇ હતી. આ દરમિયાન જીઇબીની ટીમો પણ તૂર્ત જ પહોંચી ગઇ હતી અને પાવર બંધ કરી તાકીદે પાવર રીસ્ટોર કરવા ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી હાથ ધરી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૮.૧૮)

 

(4:26 pm IST)