Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ખાનગી શાળાઓને મંજુરીને સજ્જડ બ્રેક નવી ૩૬માંથી માત્ર ૬ શાળાઓને લીલી ઝંડી

નકશા, કમ્પલીશન, સુવિધાઓને પ્રશ્ને શાળાઓની દરખાસ્ત ફગાવી હવે અપીલમાંથી મંજુરી મેળવશે

રાજકોટ, તા. ૨૭ :. રાજકોટ શહેર-જિલ્લામાં નવી ખાનગી શાળાઓની મંજુરીમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ સજ્જડ બ્રેક મારી છે.

રાજકોટ શહેર જિલ્લા ૨૦૧૮-૧૯ના નવા શૈક્ષણિક સત્રની નવી ખાનગી શાળા શરૂ કરવા ૩૬થી વધુ ટ્રસ્ટ દ્વારા મંજુરી અર્થે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને દરખાસ્ત કરવામાં આવી હતી. જેની સમયાંતરે સુનાવણી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેર-જિલ્લાની ૩૬ પૈકી માત્ર ૬ શાળાઓને મંજુરી મળી છે. જેમા રાજકોટ શહેરની ૩ અને ધોરાજી, ઉપલેટાની ૩ શાળાઓનો સમાવેશ થાય છે. જ્યારે ૩૦ શાળાઓની દરખાસ્ત ફગાવી દેવામાં આવી છે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીે નવી શાળાઓની દરખાસ્ત નામંજુર કરી છે. હવે ગાંધીનગર અપીલ કરવામાં આવશે. નવી શાળાની દરખાસ્ત નામંજુર થવા પાછળ મુખ્ય કારણ બાંધકામ પરવાનગી, કંપલીશન, નકશો, લેબોરેટરી સહિતની સુવિધા હોવાનું જાણવા મળે છે.(૨-૨૭)

(4:24 pm IST)