Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સામાકાંઠે વોંકળામાં થયેલ કમ્પાઉન્ડ વોલ-ઓટાનું ડીમોલીશન

વોર્ડ નં.૪ના વિવિધ વિસ્તારના વોંકળામાંથી ૭૦ ટન કચરાનો નિકાલ

રાજકોટ, તા. ર૭ : મ્યુનિ. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા અને સોલીડ વેસ્ટ શાખા દ્વારા વન વીક વન વોંકળા ઝૂંબેશ અંતર્ગત આજે શહેરના ઇસ્ટ ઝોન વિસ્તાર સંતકબીર રોડ દુધેશ્વર મંદિરથી જુનો મોરબી રોડ રોહિદાસપરા પાસે વોર્ડ નં.૪ તથા પમાં વોટર વે (વોંકળા)માં નડતરરૂપ કાચા-પાકા દબાણ દૂર કરવામાં આવ્યા હતાં.

આ કામગીરી મ્યુનિ. કમિશ્નર બંછાનીધિ પાનીની સૂચના તથા ટાઉન પ્લાનીંગ અધિકારી એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા 'વન વીક વન વોંકળા' અંતર્ગત સંયુકત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ. જે અન્વયે આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખા ઇસ્ટ ઝોનના આસિ. ટાઉન પ્લાનર એ.એમ. વેગડ, જી.ડી. જોષી તથા અન્ય ઇસ્ટ ઝોનનો તમામ ટી.પી. સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.

આ ઉપરાંત સ્થળ પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો સ્ટાફ તેમજ બાંધકામ શાખાનો સ્ટાફ, દબાણ હટાવ શાખા તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતાં.

વિશેષમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઇજનેર એન.આર. પરમારની સૂચના મુજબ આસી. પર્યાવરણ ઇજનેર વી.આર. ચાવડા તથા એસ.એસ.આઇ. ધોળકીયાભાઇ હાજર રહી ચાર જે.સી.બી. દ્વારા પાંચ ડમ્પરના ફેરા તથા દશ ટ્રેકટરના ફરા એમ કુલ ૭૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૮.૧૯)

(4:23 pm IST)