Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કોર્પોરેશન દ્વારા ''વિશ્વ મેલેરિયા દિવસ''ની ઉજવણીઃ વિવિધ કાર્યક્રમો યોજાયા

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા ૨૫ એપ્રિલ 'વિશ્વ મેલેરિયા દિવસ'નિમીતેવિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવેલ, જેમાં રાજકોટના શહેરીજનોને મેલેરિયા રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા મેલેરિયા ફેલાવતા મચ્છર ઉતપતિ અટકાયતી પગલા વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે આ વર્ષની થીમ ''Ready to Beat Malaria'' એટલે કે ''મેલેરિયાને હરાવવા માટે તૈયાર''ને ધ્યાનમાંરાખી વોર્ડવાઇઝ જાહેર પ્રદશન ચીત્રસ્પર્ધા, જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી માટે કમિશનર બંછાનિધીપાનીની સુચના અન્વયે આરોગ્ય અધિકારી ડો.પી.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ નાયબ આરોગ્યઅધિકારી ડો. મનીષ ચુનારા, ડો.હિરેન વિસાણી, બાયોલોજીસ્ટ વૈશાલી રાઠોડ, એપીડેમીયોલોજીસ્ટ શ્રી ગુલઝાર નાયક તથા તમામ આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર તથા સ્ટાફ, મેલેરિયા ઇન્સ્પેકટર શ્રી ભરતભાઇ વ્યાસ, દિપકભાઇ ડાંગર, પિનાકીન પરમાર તથા તમામ સુપિરીયર ફિલ્ડવર્કર અને ફિલ્ડવર્કર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.(૯.૩૧)

(4:21 pm IST)