Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

વોર્ડ નં. ૧૨ની આદર્શ સોસાયટી પાણી, સફાઈ, લાઈટ વિહોણીઃ રજૂઆત

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૨માં આવેલ પુનિતનગર વિસ્તારમાં આદર્શ સોસાયટીમાં પાણી, સફાઈ, લાઈટની અસુવિધા પ્રશ્ને લતાવાસીઓ દ્વારા મેયર ડો. જૈમન ઉપાધ્યાયને રજૂઆત કરી આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા માંગ કરી હતી. આ અંગે વિસ્તારવાસીઓએ જણાવ્યુ હતુ કે, આ વિસ્તારમાં ૨૦૦ મકાનની ટાઉનશીપમાં પાણીની લાઈન નથી. છેલ્લા ઘણા સમયથી સફાઈ કરવામાં આવતી ન હોય વિસ્તારમાં ગંદકીના ગંજ ખડકાયા છે. આ અંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ તમામ સમસ્યા ટૂંક સમયમાં ઉકેલવા ખાત્રી આપી હતી. ઉપરોકત તસ્વીરમાં રહેવાસીઓ - મેયર નજરે પડે છે(૨-૨૬)

(4:21 pm IST)