Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

વોર્ડ નં.૫માં પેડક રોડ ઉપર રૂ.૫૦ લાખના ખર્ચે વોર્ડ ઓફિસનું ખાતમુર્હુત

રાજકોટઃ શહેર વોર્ડ નં.૫ માં પેડક રોડ ઉપર રૂ.૫૦ લાખના ખર્ચે અતિ આધુનિક વોર્ડ ઓફિસનું ખાતમુર્હુત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે મેયર જૈમન ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મહામંત્રી શહેર ભાજપ કિશોરભાઈ રાઠોડ, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રાદડિયા, કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા, વોર્ડ પ્રમુખ દિલીપભાઈ લુણાગરિયા, મહામંત્રી પ્રભાત કુગસીયા, શહેર મંત્રી કલ્પનાબેન કિયાડા, મહિલા મોરચા ઉપપ્રમુખ રસીલાબેન સાકરીયા, દિનેશ ડાંગર, નિલેશ ખુંટ, સંજય ચાવડા, સતુભા જાડેજા, મુનાભાઈ ગઢવી, બાબુભાઈ માટીયા, અશોક લુણાગરિયા, જગદીશ સરેરીયા, સહીતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા.(૩૦.૬)

 

(4:20 pm IST)