Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

''આરકે યુનિવર્સિટીના 'પ્લેસએન્ટ વીક'માં ૪૫ કંપનીઓએ ૮૫૦ વિદ્યાર્થીઓને રોજગારી મેળવી

૪૫ કોલેજોનાં ૧૪૫૦ જેટલાં વિદ્યાર્થીઓએ RKUનાં પ્લેસમેન્ટ વીકનો લાભ મેળવ્યો

રાજકોટ તા.૨૭: સૌરાષ્ટ્રની સૌપ્રથમ સ્ટેટ પ્રાઇવેટ યુનીવર્સીટીના ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ સેલએ એન્જીનીયરીંગ, કોમ્પ્યુટર એપ્લીકેશન, ફાર્મસી, ફીઝીઓથેરાપી, સાયન્સના વિદ્યાર્થીઓ માટે સફળતા પૂર્વક અને પ્લેસમેન્ટ વીકનું આયોજન કર્યુ કે જેમાં ૪૫ કોલેજોના ૧૪૫૦ થી પણ વધારે વિદ્યાર્થીઓનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો.

ઓમ રીસર્ચ લેબોરેટરીઝ પ્રા.લી., કેપ્ટન ટ્રેકટર પ્રા.લી., ડીજીટ્રોન ઇન્ડિયા, દીશ્માન ફાર્માસ્યુટીકલ પ્રા.લી, એચજય ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી., એમ્બીકોન ટેકહબ, એમીપ્રો ટેકનોલોજીસ પ્રા.લી., એપ કમ્પોસીટ પ્રા.લી., ઇસેટ ગ્લોબલ સર્વિસ, ગોપાલ સ્નેકસ પ્રા.લી.હોમ ફર્સ્ટ ફીનાન્સ કં. (HFFC),IMS પીપલ, ઇસ્પ્લ પ્રા.લી., મહિન્દ્રા CIE પ્રા.લી., પરફેકટ પોલીમર્સ પ્રા.લી., પ્રિન્ટેવલ ઓફસેટ પ્રા.લી.રેડ કાર્પેટ, વર્ઝન સીસ્ટમ પ્રા.લી., વોડાફોન પ્રા.લી., MC પાવર CNC પ્રા.લી.વગેરે પ્રતિષ્ઠિત કંપનીઓએ આ પ્લેસમેન્ટ વીકમાં પ્લેસમેન્ટ આપવાની તત્પરતા દાખવી.

૧૪૨૦+ વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ વીકમાં જોડાયા કે જેમાં ૮૫૦ થી પણ વધરે વિદ્યાર્થીઓને નોકરીના ક્ષેત્રે પોતાના ફિલ્ડમાં અવકાશ મળ્યો. પ્લેસમેન્ટ વીક દરમ્યાન ૩૫૦+ વિદ્યાર્થીઓને પસંદગીની અગ્રીમતા આપવામાં આવી અને ૪૦૦ જેટલાંવિદ્યાર્થીઓ હજી પણ ફાઇનલ રાઉન્ડની પ્રક્રિયામાં છે. આવનારા દિવસોમાં જેવું કંપનીઓ પોતાનું પરિણામ જાહેર કરે તો બીજા ૧૨૦થી વધારે વિદ્યાર્થીઓ સિલેકટ થવાની અપેક્ષા  છે.

ણ્જ્જ્ઘ્ હોમ ફર્સ્ટ ફીનાન્સ કં.એ. ૬.૫ લાખ પ્રતિ વર્ષનું સર્વોત્તમ પેકેજ જાહેર કરનાર કંપની હતી જયારે બીજી બધી કંપનીઓના એવરેજ પેકેજ ૧.૮ લાખ પ્રતિ વર્ષ રહ્યા હતા.(૯.૨૪)

(2:21 pm IST)