Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઓમ સેવા ટ્રસ્ટ બાળકોને ચપ્પલ વિતરણ

 ઉનાળામાં ધોમ ધખતા તાપમાં ઉઘાડા પગે ફરતા ગરીબ બાળકોના પગ ઠારવા ઓમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે ચપ્પલ સ્લીપર વિતરણનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. આવા કોઇ બાળકોને સ્લીપર ચપ્પલની જરૂરીયાત જણાતી હોય તો અભય નાંઢા મો.૮૧૨૮૪ ૦૮૪૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. આ સેવા કાર્યમાં સંસ્થાના પ્રમુખ અભય નાંઢા, ઉપપ્રમુખ રઘુવીરસિંહ ગોહિલ, અનીલભાઇ જીંદાણી, તુષાર ધામેલીયા, નરેશ જામનાણી, જયદિપ પોપટ, સાગર ચાવડા, અંકુર તલાટી, કમલભાઇ જીવરાજાની, પ્રયાગ પોપટ, રાજેશ્વરી સોનેજી, રવિ વાઘેલા, હિતેષ જીંદાણી, લાલસિંહ, સંદિપ ખેમાણી, યુસુફ જુણાચ, નૈમીષ બગથરીયા વગેરે સાથે જોડાયા હતા.

(2:20 pm IST)