Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

BSNL દ્વારા ફેમિલી પ્લાન : લેન્ડલાઇન- બ્રોડબૈંડ અને ત્રણ મોબાઇલ કનેકશન : ૨૪ કલાક ફ્રી વોઇસકોલ

રાજકોટ, તા.૨૭ : BSNL ગુજરાત ટેલિકોમ સર્કલે પોતાના ગ્રાહકો માટે નવો આકર્ષક પારિવારિક પ્લાન "BBG COMBO ULD 1199 Family" શરૂ કરેલ છે. જેમાં લેન્ડલાઇન, બ્રોડબૈંડ અને ત્રણ મોબાઇલ કનેકશન મળશે.

આમાંના લેન્ડલાઇન અને ત્રણ મોબાઇલ કનેકશનથી ગ્રાહકો દેશના બધા જ નેટવર્ક પર ૨૪ કલાક ફ્રી અનલિમિટેડ વોઇસ કોલ્સ કરી શકશે તથા 10 Mbps ની શરૂઆતી સ્પીડથી ફ્રી અનલિમિટેડ બ્રોડબૈંડની સુવિધાની સાથે મ્યુઝીક, ગેમ્સ, મૂવીસ ઓન ડિમાંડ વિગેરે સર્વિસ ફ્રી માં મળશે.

ત્રણે મોબાઇલ પર ૨૪ કલાક ફ્રી અનલિમિટેડ વોઇસ કોલ્સની સુવિધાની  સાથે સાથે રીંગબેક ટોન અને BSNL એરિયામાં રોમિંગની સેવા ફ્રીમાં મળશે, આ સિવાયના ત્રણમાંના એક મોબાઇલ નંબર પર ફ્રી ઓનલાઇન TV અને ધોરણ ૧૨ સુધીનાં વિદ્યાર્થીઓ માટે કોઇપણ એક વિષય પર એક માસ માટે ઓનલાઇન એડયુકેશન પણ ફ્રી આપવામાં આવશે. BSNL ના આ સંપૂર્ણ પરિવારિક બ્રોડબૈંડ પ્લાને ગ્રાહકોમાં ઘણું આકર્ષણ જમાવેલ છે કારણ કે એકજ મહિનાના બિલમાં આખા કુટુંબને લગતી બધી ટેલિકોમ સેવા ગ્રાહકોને મળી રહી છે. (૨૩.૭)

(2:19 pm IST)