Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સ્કેટીંગમાં ૧૭ ભુલકાઓ વંદેમાતરમ, મોર્ડન કેટેગરીમાં પરફોર્મન્સ રજુ કરશે

અમદાવાદમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લેતા પુજા હોબી સેન્ટરના બાળકો

રાજકોટઃ તા.૨૭, તા.૨૮ એપ્રિલ થી ૧ મે દરમિયાન યોજાનારી ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરલ સોસાયટી અને શ્રી ડાન્સ એકેડમીના સંયુકત  આયોજનથી ૫મી તથા ઇન્ડિયા ડાન્સ કોમ્પીટીશન-૨૦૧૮નું આયોજન અમદાવાદ ખાતે યોજાયેલ છે.  પુજા હોબી સેન્ટરના ૪ થી ૧૮ વર્ષ સુધીના ૨૭ બાળકો સ્કેટીંગ, વંદેમાતરમ, ફ્રિ સ્ટાઇલ, મોર્ડન કેટેગરી તથા હિપહોપ, કન્ટેમ્પરી, ફોક ડાન્સ, લીરીકલ અને સાલ્સા જેવી કેટેગરીમાં પોતાનું પરફોમન્સ બતાવશે. જો બાળકો વિજેતા થશે તો ઇન્ટરનેશનલ ઇન્ડોનેશીયા બાલીમાં આ બાળકો ગુજરાતને રજુ કરશે.

સ્વરા ઉકાણી, પ્રિયાંશી દક્ષીણી, દ્વિતી મહેતા, માહિ દુહકીયા, પ્રિશા અઢીયા, કહેકેશા પુજાની, રીતીશા વ્યાસ ક્રિષ્ના થડેશ્વર, સીમરન તંતી, નિસર્ગ કાગડા, ફેલીકસ બાસીડા, યુવરાજ કુંદનાની, નમ્ર ધ્રાંધા, કિયાન બાસીડા, મીત ગાંધી, તનવીર શેખ, શોર્ય ભાવસાર, જીગર ગોઢાલીયા, કુશ મહેતા, ખુશ ઠકકર, નમન પંડયા, કેવીન સિધ્ધપુરા, ખ્વાબ ખંતાણી, હિમેશ ચૌધરી, નિવેદ બાવીસી, કશ્યપ તંતી, ધ્વનિલ કાગડા, રોલર સ્કેટ પહેરીને અવનવા સ્ટેપ જમ્પ, લીફટીંગ, ફુટવર્ક, ફ્રી સ્ટાઇલ કરશેે. જવાહરભાઇ ચાવડા, મૌલેશભાઇ પટેલ, હિમાંશુભાઇ રાણા, સુરેશભાઇ ત્રિવેદી, ઉમેશભાઇ શેઠ, વિજયભાઇ કારીયા, રમાબેન હેરમા, રત્નાબેન સેજપાલ, ડો. પુજા રાઠોડ, દીપુદીદી, તથા સંચાલીકા શ્રીમતી પુષ્પાબેન રાઠોડે અભિનંદન પાઠવ્યા છે.(૪૦.૪)

(2:19 pm IST)