Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જુનમાં ગુજરાત પ્રિમીયર લીગ ફુટબોલ ટુર્નામેન્ટ : આવતા મહિને સિલેકશન

રાજકોટ ઝોનમાં રાજકોટ, જામનગર, મોરબી, દેવભુમિ, દ્વારકા અને કચ્છનો સમાવેશ

રાજકોટઃ તા.૨૭, ગુજરાત સ્ટેેટ ફુટબોલ એસોસીએશન દ્વારા ગુજરાત પ્રિમીયર લીંગ ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન જુન મહિનાના પ્રથમ વીકમાં કરવામાં આવેલ છે, જેમા ગુજરાતના ખેલાડીઓમાંથી આઠ ટીમ બનાવી ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. જે માટે પાંચ ઝોન બનાવી સીલેકશન કરવામાં આવશે. જેમાં ગુજરાતના ત્રણ ઝોન અમદાવાદ, બરોડા, સુરત તથા સૌરાષ્ટ્રના બે ઝોન રાજકોટ, ભાવનગર રાખવામાં આવેલ છે.

 રાજકોટ ઝોનનું સીલેકશન રેસકોર્સ ટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાખેલ છે.  તા.૧-૫ સાંજના ૪ કલાકે ૧૭ વર્ષ નીચેના ખેલાડીઓ માટે તા.૧-૧-૨૦૦૨ થી ૩૧-૧૨-૨૦૦૩ વચ્ચે જન્મેલા  તા.૨- સાંજના ૪ કલાકે ૨૧ વર્ષ નીચેના ખેલાડીઓ માટે જન્મ તા.૧-૧૧-૯૯ થી ૩૧-૧૨-૨૦૦૧ વચ્ચે તા.૩-૫ સાંજના ૪ કલાકે ૨૬ વર્ષ નીચેના ખેલાડીઓ માટે જન્મ તારીખ ૧-૧-૧૯૯૨ પછી જન્મેલા ખેલાડીઓ રાજકોટ ઝોનમાં રાજકોટ, જામનગર, મોરબી, દેવભુમિ દ્વારકા તથા કચ્છનો સમાવેશ કરવામાં આવેલ છે.  સીલેકશનમાં આવનાર ખેલાડીઓએ જન્મ તારીખનો દાખલો તથા આધારકાર્ડ ઓરીજીનલ સાથે લાવવાના રહેશે.

 સીલેકશન માટે રેસકોષ ગ્રાઉન્ડ ખાતે જીવણસિંહ બારડ, રોહીત બુંદેલા, ઉદય ઓલી, અજય ભટ્ટ, રાજેશ ચૌહાણ તથા જયેશ કનોજીયાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (૪૦.૪)

(2:18 pm IST)