Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

આંગણવાડીના બાળકોને ચીકુ શેઈકનું વિતરણ

 રાજકોટ : સ્વામી વિવેકાનંદ યુવક તથા મહિલા કેન્દ્ર, વોર્ડ નં.૧૪ દ્વારા દર વર્ષે ઉનાળામાં આંગણવાડીના બાળકોને વિનામુલ્યે ચીકુ શેઈક, મેંગો શેઈકનું વિતરણ કરવામાં આવે છે. તે અંતર્ગત આ વર્ષે પણ સતત ત્રીજા વર્ષે આંગણવાડીના ૧૮૦ બાળકોને ચીકુ શેઈકનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું. આ તકે શહેર ભાજપ મંત્રી જ્યોત્સનાબેન હળવદીયા, વોર્ડના પ્રભારી અને શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશભાઈ જલુ, વોર્ડના કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, રાજકોટ વિવેકાનંદ યુવક તથા મહિલા કેન્દ્રના મંત્રી શૈલેષભાઈ હાપલીયા તથા વોર્ડ નં.૧૪ વિવેકાનંદ યુવક કેન્દ્રના પ્રમુખ તથા રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલભાઈ માખેલા, વિવેકાનંદ યુવક કેન્દ્રના વોર્ડના મંત્રી ભરતભાઈ ઢોલરીયા, ગીરીશભાઈ પોપટ, નરેન્દ્રભાઈ મકવાણા, મનુભાઈ જોબનપુત્રા, હરૂભાઈ તલસાણીયા, મુન્નાભાઈ ચાવડા, વૈશાલીબેન મહેતા, સંજયભાઈ રાઠોડ, રમણીકભાઈ ટાંક, કેયુરભાઈ મશરૂ, જયવીરસિંહ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (૨૪.૪)

(2:18 pm IST)