Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

શહેરના વિકાસ માટે પંચસુત્રિય પ્લાનીંગ પ્રપોઝલ તૈયાર : વિવિધ વિસ્તારોનો સર્વે : ધ્રુવ સેન્ટરના વિદ્યાર્થીઓની કમાલ

રાજકોટ : સૌથી ઝડપથી વિકસીત થતા શહેરના બાવીસમાં ક્રમે અને ગુજરાતમાં વિસ્તાર, વસ્તી અને વિકાસની દ્રષ્ટિએ ચોથા ક્રમે આવેલ રાજકોટના સુનિયોજીત વિકાસ માટે કાર્યરત એચ. કે. ધ્રુવ સેન્ટર ઓફ પ્લાનીંગ દ્વારા વિદ્યાર્થીઓ માટે 'માસ્ટર્સ ઇન અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનીંગ' ના બે વર્ષના કોર્ષમાં 'એરીયા પ્લાનીંગ સ્ટુડીયો' દ્વીતીય બેચના વિદ્યાર્થીઓએ એક પંચસુત્રીય પ્લાનીંગ પ્રપોઝલ તૈયાર કરી છે. પ્રો. હકીમુદીન ભારમલ તથા પ્રો. રૂષિકેશ કોટડીયાના માર્ગદર્શન હેઠળ શહેરના અંદાજે ૧૦ ચો.કી.મી. ના વિસ્તારોનો માહીતીસભર અભ્યાસ કરાયો હતો. જેમાં સેન્ટ્રલ બિઝનેશ ડીસ્ટ્રીક કહી શકાય તેવા પરબજાર, ભવીષ્યના સીબીડી ડો. યાજ્ઞીક રોડ, ફીફીએશનલ હબ એવા રેસકોર્ષ અને પોપટપરા, રેલનગર, હોસ્પિટલ ચોક, ઉદ્યોગનગરનો અભ્યાસ કરાયો હતો. આ અભ્યાસમાં વિદ્યાર્થીઓએ તલસ્પર્શી નિરીક્ષણ કર્યુ હતુ. સ્થાનીક રહીશોની રહેણી કરણી, જીવનશૈલી, એરીયાની વિશેષ સમજ મેળવી ઉંડા અવલોકનોના આધારે પંચસુત્રીય પ્રપોઝલ તૈયાર કરેલ છે. આ પ્રપોઝલમાં (૧) વોંકળા/પાણીના નિકાલ માટેના નાળા સંબંધીત પ્રપોઝલ, (ર) સ્લમ એરીયા સંબંધીત પ્રપોઝલ, (૩) આજી નદી તથા કાંઠા વિસ્તાર સંબંધીત પ્રપોઝલ, (૪) ખુલ્લી તથા બિનઉપયોગી જગ્યાઓ સંબંધિત (પ) સિવીક ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત પ્રપોઝલનો સમાવેશ થાય છે. પ્રપોઝલ એકમાં વોકેબલ પાથ વે અને ગ્રીન કવર કરવા સુચન થયેલ. એજ રીતે પ્રપોઝલ નંબર બે માં સ્લમ વિસ્તારોનું રી ડેવલપેન્ તેમજ નંબર ત્રણમાં રીવર ફ્રન્ટ તથા રીકીએશનલ ઝોન તૈયાર કરવા તેમજ નંબર ચારની પ્રપોઝલમાં બાગ બગીચા વિકસાવી પ્લાન્ડ ગ્રીન સ્પેસ તૈયાર કરવા અને નંબર પાંચની પ્રપોઝલમાં  સીવીક ઇન્ફ્રાસ્ટકચર જેવી માળખાકીય સવલતોમાં સુધારા વધારા સુચવાયા છે. ટ્રસ્ટીઓ, ડાયરેકટર કિશોરભાઇ ત્રિવેદી (મો.૯૮૨૪૦ ૪૦૮૮૬), આચાર્યશ્રી દેવાંગભાઇ પારેખ, હેડ હકીમુદીન ભારમલે વિદ્યાર્થીઓના એરીયા પ્લાનીઁગની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. (૧૬.૩)

 

(2:18 pm IST)