Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

દેણામાં ડુબેલા કિસાનપરાના ઋષી દોશીએ ફિનાઇલ પી લીધું

ભાઇ અને મામા આર્થિક મદદ ન કરતાં હોવાથી કંટાળ્યો

રાજકોટ તા. ૨૭: કિસાનપરા-૨માં રહેતો અને સુરભી પ્રોડકટના સેલ્સમેન તરીકે નોકરી કરતો ઋષી ભરતભાઇ દોશી (ઉ.૩૪) ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ઋષીના કહેવા મુજબ તે બે ભાઇમાં મોટો છે. તેણે અગાઉ એક મિત્રને ચારેક લાખની મદદ કરી હતી. આ મિત્ર રફુચક્કર થઇ જતાં પોતાના પર દેણું થઇ ગયું છે. હાલમાં નાનો ભાઇ અને મામા સહિતના લોકો પોતાને આર્થિક મદદ કરવાને બદલે હેરાન કરતાં હોઇ માઠુ લાગી જતાં કંટાળીને આ પગલું ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં એન્ટ્રી નોંધાવી હતી.

(12:52 pm IST)