Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

રાજકોટના પટેલ ઉદ્યોગપતિના ખાતામાંથી ૫૪ લાખ ઉપાડી લેનારા કોલકત્તા, પુના, એમ.પી.ના ગઠીયાઓની તલાશ

ભેજાબાજોએ નકલી ડ્રાઇવીંગ લાયસન્સ બનાવી તેના આધારે સુરતના સ્ટોરમાંથી સિમ કાર્ડ મેળવ્યું ને તેના આધારે ઇ-બેંકીંગ કરી કોૈભાંડ આચર્યુઃ કોલકત્તાના તરૂન રોય, અભિષેક પોલ, ગોૈરવ બાગ, એમ.પી. ગ્વાલિયરના રાજેશ અને પુનાના મંજરહશન કુરેશીના ખાતાઓમાં નાણા જમા થયાઃ એસઓજીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રાજકોટ તા. ૨૭: ઓનલાઇન બેંકીંગની સુવિધા ઘણી વખત દુવિધા બની જાય છે. શહેરના ભકિતનગર સર્કલ પાસે ધર્મજીવન સોસાયટીમાં રહેતાં અને ૮૦ ફુટ રોડ પર ઓઇલ એન્જીનના કાસ્ટીંગ પાર્ટસની ફેકટરી ધરાવતાં કમલેશભાઇ રાણાભાઇ ઠુમ્મર (ઉ.૪૭) નામના પટેલ ઉદ્યોગપતિનું બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ બનાવી તેના આધારે સુરતના વોડાફોન સ્ટોરમાંથી સીમ કાર્ડ મેળવી તેનો ઉપયોગ કરી નેટ બેંકીંગ મારફત કોલકત્તા, મધ્યપ્રદેશ અને પુનાના પાંચ શખ્સોએ રૂ. ૫૪ લાખ પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરી ઉપાડી લેતાં ડીસીબી પોલીસે ગુનો નોંધ્યો છે. આ અંગે એસઓજીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે કમલેશભાઇની ફરિયાદ પરથી કોલકત્તાની બેંક ઓફ બરોડાની ડમડમ બ્રાંચના ખાતા ધારક તરૂન હોપ, એમ.પી.ના ગ્વાલિયરમાં ઇન્ડસઇન્ડ બેંકની રાપરૂ બ્રાંચમાં ખાતુ ધરાવતાં રાજેશ, કોલકત્તાની યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની ભાવનીપુર બ્રાંચમાં ખાતુ ધરાવતાં અભિષેક પોલ, આ જ બ્રાંચના અન્ય ખાતા ધારક ગોૈરવ બાગ તથા પુનાની એકસીસ બેંક શાખાના બંધ ગાર્ડન બ્રાંચમાં ખાતુ ધરાવતાં મંજરહશન કુરેશી તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટની કલમ ૬૬-સી, ૬૬-ડી મુજબ ગુનો નોંધ્યો છે.

ગઠીયાઓની ગોલમાલની વિગતો જોઇએ તો કમલેશભાઇ ૩૧/૩/૧૮ના રોજ તેમની કંપનીની વાડી ખોખળદડ ગામે આવેલી હોઇ ત્યાં જતાં હતાં ત્યારે સાંજે ચારેક વાગ્યે તેમનો મોબાઇલ બંધ થઇ ગયો હતો અને રાત્રે નવેક વાગ્યે તેમના પુત્ર જયએ વોડફોન કંપનીમાં ફોન કરી સીમ કાર્ડ બંધ થઇ ગયાની વાત કરતાં તા. ૨/૪ના રોજ કંપનીના સ્ટોર ખાતે આવવાની વાત થતાં કમલેશભાઇએ ઢેબર રોડ પરની ઓફિસે પહોંચી સીમ કાર્ડ બંધ થઇ ગયાની જાણ કરી હતી. અહિથી એવું જણાવાયેલ કે નવુ સિમ કાર્ડ સુરતથી ઇશયુ થયેલે છે જે ચાલુ હાલતમાં છે. જેથી કમલેશભાઇએ પોતે કોઇ નવુ કાર્ડ માંગ્યું જ નથી તેમ જણાવ્યું હતું. વિશેષ તપાસ થતાં તેમના ડ્રાઇવીંગ લાયસન્સને આધારે નવુ કાર્ડ ઇશ્યુ થઇ ગયાની ખબર પડી હતી. આ લાયસન્સ ચેક કરતાં તેમાં ફોટો તથા સહી કમલેશભાઇના ન હોવાનું માલુમ પડ્યું હતું. કોઇએ બોગસ આઇડી ઉભી કરી સીમ કાર્ડ કઢાવ્યાનું જણાતાં પોલીસમાં લેખિત રજૂઆત કરી હતી.

આ વખતે મોબાઇલ કંપની તરફથી એવું કહેવાયેલ કે મોબાઇલમાં નેટ બેંકીંગ કરતાં હો તો બેંકમાં જઇને સુવિધા બંધ કરાવી દેજો. પોતે તુર તજ બેંકમાં રજૂઆત કરવા ગયા હતાં અને નેટ બેંકીંગ બંધ કરવા કહ્યું હતું. પરંતુ બેંક તરફથી એ દિવસે પબ્લીક હોલીડે હોવાથી કંઇ થઇ શકે નહિ તેમ કહેવાયું હતું. વળી સર્વર પણ બંધ હતું. આથી સાઇબર ક્રાઇમમાં અરજી કરી હતી. તેમજ નવુ સીમ કાર્ડ મેળવવા અરજી આપી હતી. આથી કમલેશભાઇનું નવુ કાર્ડ રાત્રે સાડા નવેક વાગ્યે ચાલુ થઇ ગયું હતું. ૩/૪ના સવારે નવેક વાગ્યે કમલેશભાઇ પોતાની જય કાસ્ટીંગ કંપનીએ હતાં ત્યારે તેની પેઢીનું એકાઉન્ટ બેંક ઓફ બરોડાની આજી વસાહત શાખામાં હોઇ તેમાંથી મેસેજ આવેલ કે તેના એકાઉન્ટમાંથી ૨ લાખ ઉપડ્યા છે. એ પછી ૫ લાખ કોલકત્તાની ડમડમ બ્રાંચમા ખાતુ ધરાવતાં શખ્સના ખાતામાં જમાનો મેસેજ આવ્યો હતો. આ રીતે કોલકત્તા, એમ.પી., પુનાની બેંકોમાં ખાતા ધરાવતાં પાંચ શખ્સોના ખાતાઓમાં કમલેશભાઇના એકાઉન્ટમાંથી કુલ રૂ. ૫૪ લાખ ટ્રાન્સફર થઇ જમા થઇ ગયાની ખબર પડી હતી.

એ પછી કમલેશભાઇએ પોતાના એકાઉન્ટમાંથી થયેલ વ્યવહાર સ્ટોપ કરવા અને જે એકાઉન્ટસમાં રૂપિયા ગયા તે ફ્રીઝ કરવા બેંક મેનેજરને જાણ કરી હતી. આમ  ગઠીયાઓએ કમલેશભાઇના એકાઉન્ટમાંથી ટ્રાન્જેકશન કરી ૫૪ લાખ ઉપાડી લીધા હતાં. ગઠીયાઓએ ઉદ્યોગપતિનું બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ બનાવી તેના આધારે સુરત વોડાફોન કંપનીના રિટેઇલ સ્ટોરમાંથી કમલેશભાઇના નામે નવુ સીમ કાડ મેળવી તેનો ઉપયોગ કરી બેંકમાંથી ઓટીપી મેળવી નેટ બેંકીંગ દ્વારા આરટીજીએસ તથા ઇ-બેંકીંગ સેલ્ફ અને એનઇએફટીના ૧૧ ટ્રાન્જેશન મારફત ૫૪ લાખ ટ્રાનસફર કરી ઉપાડી લઇ છેતરપીંડી કરી હતી.

એસઓજી પી.આઇ. એસ. એન. ગડુની રાહબરીમાં પી.એસ.આઇ. ઓ. પી. સિસોદીયા સહિતની ટીમે તપાસ આરંભી છે. ગઠી(૧૪.૬)

(11:49 am IST)