Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સ્વીપર મશીનના ટેન્ડરમાં CVC ના માર્ગદર્શનનો ઉલાળિયો કરતુ તંત્ર

માત્ર એકજ કંપનીને કોન્ટ્રાકટ મળે તે માટે કારસ્તાન કરાયાની ચર્ચાઃ અન્ય કંપનીઓ દ્વારા ફરીયાદ

રાજકોટ તા. ર૬ : મ્યુ.કોર્પોરેશનમાં ટેન્ડરોમાં ગેરરીતીઓ અંગે અવાર-નવાર ફરીયાદો ઉઠવા પામે છે જેમાં વધુ એક સ્વીપર મશીનનો ટેન્ડરમાં ગોટાળાની ફરીયાદ ઉઠતા જબરી ચર્ચા જાગી છ.ે

આ અંગે વિશ્વાસપાત્ર સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં રાત્રી સફાઇ તેમજ ડસ્ટફ્રીરોડ માટે સ્વીપીંગ મશીન (સાવરણાવાળુ સફાઇનું મશીન ના ટેન્ડરો પ્રસિધ્ધ કરાયા છે. ૧૧ થી ૧ર જેટલા સ્વીપીંગ મશીનો માટે આ ટેન્ડરો પ્રસિધ્ધ કરાયેલ.

આ ટેન્ડરમાં રાજય સરકારના સી.વી.સી. વિભાગના માર્ગદર્શનનો ઉલાળિયો કરી ચોકકસ એજન્સીનેજ કોન્ટ્રાકટ મળે તે પ્રકારની શરતો નાખવામાં આવી છ.ે જેથી આ ચોકકસ કંપનીનુ જ ટેન્ડર મંજુર થાય અને તમામ મશીનનો કોન્ટ્રાકટર તેને મળે.

દરમિયાન આ બાબતે સ્વીપીંગ મશીન બનાવતી અન્ય કંપનીઓએ આ બાબતે ફરીયાદ કરી છે અને ઉકત સ્વીપીંગ મશીનની ટેન્ડર પ્રક્રિયામાં શંકાસ્પદ શરતો મુકી હોઇ આ ટેન્ડરમાં અન્ય એજન્સીને અન્યાય થઇ રહ્યાની રજુઆત કરાઇ છે.

ટેન્ડર નિયમ મુજબ જ છેઃ અધિકારીનો બચાવ

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનના સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વીપર મશીનના ટેન્ડરમાં સી.વી.સી.ના નિયમોનો ઉલાળિયો થયાની ફરિયાદ અંગે આ વિભાગના મુખ્ય અધિકારી નિલેષ પરમારે જણાવ્યું હતું કે ટેન્ડરો નિયમ મુજબના જ છ.ેપરંતુ ભુતકાળમાં બ્લેક લીસ્ટેડ થયેલ એજન્સીને કોન્ટ્રાકટ નહી મળતા આ પ્રકારની ખોટી ફરીયાદો કરવામાં આવી રહી છે.

(3:54 pm IST)