Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ટાગોર રોડ વિરાણી હાઇસ્‍કુલ પાસે અજાણ્‍યા પ્રૌઢનું બેભાન થયા બાદ મોત

રાજકોટ,તા. ૨૭ : શહેરના ટાગોર રોડ પર વિરાણી હાઈસ્‍કુલના ગેઇટ પાસે એક અજાણ્‍યા પ્રૌઢનું બેભાન હાલતમાં મોત નિપજ્‍યું છે.

મળતી વિગત મુજબ ટાગોર રોડ પર આવેલી વિરાણી હાઇસ્‍કુલ પાસે આશરે ૫૦ વર્ષનો અજાણ્‍યો પ્રૌઢ બેભાન હાલતમાં પડયો હોય સામાજીક કાર્યકર રમણીકભાઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇએમટી ભાવિકાબેને તપાસ કરતા પ્રૌઢનું મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા એ ડીવીઝન  પોલીસ મથકના હેડ કોન્‍સ. એલ.એ.જતાપરા સહિતે તપાસ હાથ ધરી છે. મૃતક પ્રૌઢે રાખોડી -સફેદ કલરનો ચેકસ વાળો શર્ટ અને કોફી કલરનું પેન્‍ટ પહેરેલ છે. જો કોઇ આ પ્રૌઢના સગા સંબંધી હોય તો એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦૨૮૧-૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(5:00 pm IST)