Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વોર્ડ નં. ૧૬માં ઇ-શ્રમ કાર્ડ કેમ્‍પ યોજાયો

રાજકોટ : રાજકોટ : કેન્‍દ્ર સરકાર દ્વારા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમા કામ કરતા તમામ કામદારો/શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારના સભ્‍યોનું ઈ-શ્રમ કાર્ડ માટેનું રજિસ્‍ટ્રેશન કરાવી રૂ. ૨ લાખ સુધીનું વિમા કવચ મેળવી શકે છે.  જે અન્‍વયે  મહાનગરપાલિકા દ્વારા  વોર્ડ નં. ૧૬માં  ઈ-શ્રમ કાર્ડ કેમ્‍પ યોજાયો જેમાં ૩૮થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાનું આયોજન ઈસ્‍ટ ઝોનમાં સીટી એન્‍જીનીયર પી. ડી. અઢીયાના માર્ગદર્શનહેઠળ  કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કોર્પોરેટરો તથા વોર્ડનાં ડેપ્‍યુટી એન્‍જીનીયર આર. બી. સોલંકી, મદદનીશ ઇજનેર જતીનભાઈ ગેડિયા, અધિક મદદનીશ ઈજનેર  એસ. બી. જોશી તથા અજયભાઈ ધોલારીયા અને વર્ક આસીસ્‍ટન્‍ટશ્રી ધર્મેશ પંડ્‍યા તથા નીરવ હિરાણી હાજર રહી ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાની કામગીરી કરવામાં આવેલ છે.

(4:49 pm IST)