Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાજકોટ મેરેથોનમાં ઉત્‍સાહભેર જોડાઇ જાગૃત નાગરિકોએ ડ્રગ્‍સ (માદક દ્રવ્‍યો)ને જાકારો આપવાનો સજ્જડ સંદેશ આપ્‍યો

૧૨ રાજયોના પ૬ શહેરોમાંથી ૪પ૦૦ થી વધારે સ્‍પર્ધકોએ ભાગ લીધો : કોરોના પછી યોજાયેલી મોટામાં મોટી દોડ દરમિયાન નશીબ જોગે એક પણને マદય સબંધી તકલીફ ન પડી : રાજકોટ રનર્સ એસોસીએશન

રાજકોટઃ દેશભરના યુવાધનમાં ચિંતાજનક રીતે ફેલાઇ રહેલી માદક દ્રવ્‍યોની બદીથી દુર રહેવા જાગૃતી લાવવાના અભિયાન અંતર્ગત રાજકોટ રનર્સ એસોસીએશન, રાજકોટ પોલીસ, રાજકોટ મહાનગર પાલીકા અને સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કુલ મેનેજમેન્‍ટના સંયુકત ઉપક્રમે યોજાયેલી રાજકોટ મેરેથોનમાં રાજકોટવાસીઓએ સ્‍વયંભુ ઉત્‍સાહભેર ભાગ લઇ ડ્રગ્‍સને જાકારો આપ્‍યો હતો. આ  પ્રસંગની તસ્‍વીરમાં ડાયસ ઉપરથી રાષ્‍ટ્રગાન ગાય ડ્રગ્‍સને તિલાંજલી આપવાના સોગંધ લેવડાવવામાં આવ્‍યા ત્‍યારની પ્રથમ તસ્‍વીર અને હજારોની સંખ્‍યામાં ઉમટી પડેલા સ્‍પર્ધકો નજરે પડે છે.આ સ્‍પર્ધામાં તબીબો, પત્રકારો, ઉદ્યોગપતિઓ, બિલ્‍ડરો અને રમત ગમતમાં  લગાવ ધરાવતા અસંખ્‍ય લોકોએ ભાગ લીધો હતો. બીજી તસ્‍વીરમાં ૧૦ કિલોમીટરની હાફ મેરેથોન પુરી કરનાર ઉદ્યોગપતિ હારીતસિંહ ગોહીલ, અલ્‍પાબા ગોહીલ, જયદેવસિંહ જાડેજા (સિનિયર પત્રકાર અકિલા), શ્રીમતી અલ્‍કાબા જયદેવસિંહ જાડેજા, બિલ્‍ડર મહિપતસિંહ ચુડાસમા, ધર્મિષ્‍ઠાબા ચુડાસમા, માતૃછાયા યોગીની મોર્નીગ યોગા ગૃપના મહિલા સભ્‍યો નજરે પડે છે. આ ઉપરાંત મેયર પ્રદીપ ડવને પુષ્‍પગૃચ્‍છ અર્પણ કરતા રનર્સ એસોસીએશનના ડો. દેવેન્‍દ્ર રાખોલીયા, મંત્રીશ્રી  ભાનુબેન બાબરીયાને પુષ્‍પગૃચ્‍છ અર્પણ કરતા ડો. અજીતસિંહ વાઢેર, મ્‍યુનિસીપલ કમિશ્નરનું સન્‍માન કરતા પુનિત કોટક, ધારાસભ્‍ય દર્શીતાબેન શાહનું સન્‍માન કરતા ડો. દિપ્‍તીબેન મહેતા, ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડનું સન્‍માન કરતા ડી.વી.મહેતા અને  ડીસીપી પુજા યાદવનું સન્‍માન કરતા પલક વઘાસીયા નજરે પડે છે. નીચેની તસ્‍વીર વિજેતા સ્‍પર્ધકો સાથે ઉપસ્‍થિત મહાનુભાવોની છે.  (૪.ર૬)

 રાજકોટ, તા. ર૭ :  રાજકોટ રનર્સ એસોસીએશન, સેલ્‍ફ ફાઇનાન્‍સ સ્‍કૂલ મેનેજમેન્‍ટ એસોસીએશન, રાજકોટ પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે સૌરાષ્‍ટ્રમાં પ્રથમ વાર ડ્‍ગ્‍સના સેવન વિરૂધ્‍ધ જાગૃકતા લાવવાના શુભ આશય સાથે યોજાયેલ નાઇટ હાફ મેરેથોનમાં દેશન& ૧ર રાજ્‍યોના પ૬ શહેરોમાંથી આવેલા ૪૫૦૦ થી વધુ સ્‍પર્ધકોએ ખુબ ઉત્‍સાહ અને જોશ સાથે ભાગ લીધો હતો.

રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતેથી નાઇટ હાડ મેરેથોનનું ઉદ્ધાટન અને ફલેગ ઓફ ગુજરાતના કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. સ્‍પર્ષકોનો ઉત્‍સાહ વધારવા હાજર મહાનુભાવોમાં રાજકોટના મેયર ડો. પ્રધ્‍પિ ડવ, રાજકોટના ધારાસભ્‍યશ્રીઓ શ્રી ઉદ્યભાઇ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, શ્રી રમેશભાઇ ટીલાળા, મ્‍યુનિસિપલ કમિશ્નર શ્રી અમિત અરોરા સહિતના વિવિધ શ્રેત્રના મહાનુભાવો અને અધિકારીઓની ખાસ ઉપસ્‍થિતીમાં થયું હતું. આ મેરેથોનમાં દેશના દિલ્‍હી, ગોવા, દાદરાનગર હવેલી, હરીયાણા, જમ્‍મુ-કાશ્‍મીર, ઝારખંડ, મધ્‍યપ્રદેશ, મહારાષ્ટ, રાજસ્‍થાન, ઉત્તર પ્રદેશ, વેસ્‍ટ બેંગાલ, વગેરે જેવા ૧૨ રાજ્‍યોના પ૬ શહેરોમાંથી દોડવીરો મોટી સંખ્‍યામાં સ્‍પર્ધાના આગલા દિવસે જ રાજકોટ આવી પહોચ્‍યા હતા અને મેરેથોનમાં ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં રાજકોટના ઉધોગજગત, શિક્ષણજગત અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં ડીસીપી પાર્થરાજ સિંહ, ડીડીઓ દેવ ચૌધરી અને એસીપી વિશાલ રબારી એ દોડમાં ભાગ લઈને સ્‍પર્ધકોનો ઉત્‍સાહ અનેકગણો વધારી દીધો હતો. આ ઉપરાંત મોટી સંખ્‍યામાં ડોકટરો, વકિલો અને મહાનુભાવોએ દોડમાં ભાગ લીધો હતો.

મેરેથોનના આખા રુટ પર લાઇટીંગ, મેડિકલ સુવિધાઓ, રીફેશનીંગ પોઈન્‍ટ અને શાળાના વિધાર્થીઓઅ ચીયરલીડર્સની ભુમિકા ભજવીને આ ઈવેન્‍ટને યાધ્‍ગાર બનાવી દીધી હતી. આ નાઇટ હાફ મેરેથોનના અયોજનને સફળ બનાવવા રાજકોટ રનર્સ એસોસીએશનના પ્રમુખ ડો.અજીતસિંહ વાઢેર, સેક્રેટરી ડો. દેવેન્‍દ્ર રાખોલીયા, રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી. વી. મહેતા, મહામંત્રી શ્રી પરિમલભાઈ પરડવા મહામંત્રી શ્રી પુસ્‍કરભાઇ રાવલ, પૂર્વ જીલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ પટેલ, ઝોન ઉપપ્રમુખ શ્રી સુદોપભાઇ મેહતા, શ્રીકાંત તન્ના, શ્રી પુનિતભાઇ કોટક, ડો. દિપ મહેતા, શ્રી રવિભાઇ ગણાત્રા, શ્રી સનતભાઇ માખેચા, શ્રી ધિપિનભાઇ પટેલ અને શ્રી મેહુલભાઇ નથવાણીના માર્ગદર્શનમાં રનર્સ એસોસીએશન, શાળા સંચાલક મંડળ, ખોડલધામ ટ્રસ્‍ટના સ્‍વયંસેવકો ઉપરાંત રાજકોટની વિવિધ સ્‍વયંસેવી સંસ્‍થાઓના વોલીયનટર્સ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આયોજકો દ્વારા રાજકોટ પોલીસ, રાજકોટ મહાનરપાલિકા, વિવિધ સંગઠનો, શાળાઓ, રાજકોટના મિડિયાજગત અને શહેરીજનોનો આખા ઇવેન્‍ટની સફળતા માટે દિલથી આભાર વ્‍યક્‍ત કર્યો હતો. (૪.૨પ)

ᅠપોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના માર્ગદર્શનથી ડ્રગ્‍સ નાબુદી અભિયાન અંતર્ગત મેરેથોન યોજાઈઃ રનસ એસોસીએશન

(4:41 pm IST)