Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

નવયુગપરામાંથી ચાર ચોરાઉ બાઇક સાથે રાહુલ ઉર્ફે ટકો ઝડપાયો

એડીવીઝન પોલીસ મથકના કોન્‍સ સાગરદાનભાઇ દાંતી હરપાલસિંહ જાડેજા અને જયરાજસિંહ કોટીલાની બાતમીઃ ચાર બાઇક કબ્‍જે

રાજકોટ તા. ર૭ : શહેરના મોચીબજાર, એસ.ટી. બસ સ્‍ટેશન સહિતના અલગ-અલગ વિસ્‍તારમાંથી બાઇક ચોરી કરનાર શખ્‍સને એડીવીઝન પોલીસે ચાર ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ નવયુગપરા ઇંટોના ભઠ્ઠા પાછળ એક શખ્‍સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની એડીવીઝન પોલીસ મથકના કોન્‍સ સાગરદાનભાઇ દાંતી, હરપાલસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, કેતનભાઇ બોરીચાને બાતમી મળતા નવયુગપરા શેરી નં.૧ ઇંટોના ભઠ્ઠા પાછળથી રાહુલ ઉર્ફે ટકો અશોકભાઇ ચિકાણી (ઉ.ર૧) (રહે. વાંકોનર નવાપરા પુલના છેડે ઝૂપડામાં વાંકાનેર) નેચાર ચોરાઉ મોટર સાયકલ સાથે પકડી લીધો હતો. પકડાયેલ રાહુલ ઉર્ફે ટકો અગાઉ નવ વાહનચોરીના ગુન્‍હામાં પકડાઇ ચુકયો છે. આ કામગીરી  પી.આઇ.ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.આઇ. કે.એન.ભુકણ જી.એન.વાઘેલા, એસ.એસ.આઇ. એમ.વી.લુવા, બી.વી.ગોહિલ, એન.સી.ડાંગર, હેડ કોન્‍સ ધર્મેશભાઇ પરમાર, મુકેશભાઇ ચરમટા, કોન્‍સ જયરાજસિંહ કોટીલા, જગદીશભાઇ વાંક, કેતનભાઇ બોરીચા, હરપાલસિંહ જાડેજા તથા હરવિજયસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

(4:40 pm IST)