Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

જંકશન પ્‍લોટમાં વૃધ્‍ધના મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : જુગાર રમતા છ પકડાયા

યુનિવર્સિટી પોલીસે રૈયાધાર આર.એમ.સી. કવાર્ટર પાસેથી આઠને દબોચ્‍યા

રાજકોટ,તા. ૨૭ : જંકશન પ્‍લોટ મોરબી હાઉસ મેઇન રોડ પર રહેતા વૃધ્‍ધ પોતાના મકાનમાં જુગાર ધામ ચલાવતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતા છ શખ્‍સોને પકી લીધા હતા.

મળતી વિગત મુજબ જંકશન પ્‍લોટ મોરબી હાઉસ મેઇન રો પર આવેલા એક મકાનમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. મયુરભાઇ પાલરીયા તથા પ્રદિપસિંહ જાડેજાને બાતમી મળતા સ્‍ટાફ સાથે મોરબી હાઉસ મેઇન રોડ પર આવેલા એક મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક પ્રદિપ મોહનભાઇ પારેખ, કેવડાવાડી શેરી નં. ૨૦ના અશોક મણીલાલભાઇ માંડલીયા (ઉ.વ.૬૩), ૧૫૦ ફુટ રોડ પર માધવ પાર્ક -૨ શેરી નં. ૨ના તારેશ હિંમતલાલભાઇ દક્ષીણી ભકિતનગર સર્કલમાં શાંતિર્થ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. સી/૭૦૭ ના હિતેષ રમણીકલાલભાઇ મહેતા, પંચનાથ પ્‍લોટ શેરી નં. ૧૬, તરંગ એપાર્ટમેન્‍ટ-૧૦૨ના જવાહર કેશુલાલભાઇ મહેતા અને જૂનાગઢ ગાંધીગ્રામ ઝફરમેદાન સામેના અશોક ખીમાભાઇ બાપોદરાને તીનપતીનો જુગાર રમતા પકડી લઇ રૂા. ૩૨૦૦૦ની રોકડ કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી. પીઆઇ વાફબી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.જે.હુણ, હે કોન્‍સ. અમીતભાઇ અગ્રાવત, કિરતસિંહ ઝાલા, મયુરભાઇ પાલરીયા, કોન્‍સ. કુલદીપસિંહ રાણા અને પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

જ્‍યારે બીજા દરોડામાં યુનિવર્સિટી મથકના હેડ કોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા અને કોન્‍સ. ભલભદ્રસિંહ જાડેજા સહિતે બાતમીના આધારે રૈયાધાર આર.એમ.સી. કવાર્ટર પાસે દરોડો પાડી ખુલ્લી જગ્‍યામાં તીનપતીનો જુગાર રમતા રૈયાધારના નારણ નાથાભાઇ ચાવડા, રૈયાધાર ઇન્‍દીરાનગર શેરી નં. ૧૩ના રાજુ રામજીભાઇ રાઠોડ, રૈયાધાર ચાર માળીયા આવાસની બાજુમાં રહેતા અશોક જેન્‍તીભાઇ ચૌહાણ, ઇન્‍દીરાનગર શેરી નં. ૧૩ના રવિ ડાયાભાઇ જાદવ, રૈયાધારના લલીત હમીરભાઇ બગડા, રૈયાધાર ઇન્‍દીરાનગર-૩ના મોહન ચનાભાઇ બગડા અને રૈયા રોડના લાલા ગોપાલભાઇ ચારોલીયાને પકડી લઇ રૂા. ૯૮૦ ની રોકડ કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(4:38 pm IST)