Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વાવડીમાંથી ૩૯૬ બોટલ ભરેલી કાર પકડાઇઃ બૂટલેગર પ્રિયાંક ઉર્ફ કાળીયાનો દારૂ હતો

ડીસીપી સુધીરકુમાર દેસાઇની એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમનો દરોડોઃ કાળીયો અને કારચાલકની શોધઃ ૪,૫૮,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કોન્‍સ. અમીનભાઇ ભલુર અને મનિષભાઇ સોઢીયાની બાતમીકોન્‍સ. અમીનભાઇ ભલુર અને મનિષભાઇ સોઢીયાની બાતમી

 

રાજકોટ તા. ૨૭: ગોંડલ રોડ પર વાવડી ગામમાંથી એલસીબી ઝોન-૨ ટીમે ૩૯૬ બોટલ દારૂ ભરેલી કાર ઝડપી લીધી છે. આ દારૂ ભરેલી કારનું પાયલોટીંગ રીઢો બુટલેગર કરી રહ્યો હતો. જો કે પોલીસને જોઇ તે તથા કારનો ચાલક કાર મુકી ભાગી ગયા હતાં. દારૂ-કાર મળી રૂા. ૪,૫૮,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો છે.

એલસીબી ઝોન-૨ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોનસ. અમિનભાઇ ભલુર અને મનિષભાઇ સોઢીયાને બાતમી મળી હતી કે વાવડી ગામ તથાગત નગર વિસ્‍તારમાંથી દારૂ ભરેલી કાર નીકળી રહી છે. આ માહિતીને આધારે ટીમ ત્‍યાં પહોંચતા ચાલક કાર મુકીને ભાગ્‍યો હતો. તેમજ કારનું પાઇલોટીંગ કરી રહેલો શખ્‍સ પણ ભાગ્‍યો હતો. આ શખ્‍સ જુનો બૂટલેગર પ્રિયાંક ઉર્ફ કાળીયો વિનોદભાઇ મહેતા હતાં.

પોલીસે રૂા. ૬૨૪૦૦ની ૧૫૬ વ્‍હીસ્‍કીની બોટલો અને રૂા. ૯૬૦૦૦ની ૨૪૦ એપલ વોડકાની બોટલો પકડી હતી. આ દારૂનો જથ્‍થો અને ૩ લાખની કાર મળી રૂા. ૪,૫૮,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી કાળીયો તથા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા અને ડીસીપી સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, મોૈલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામી, અમિનભાઇ ભલુર, જયપાલસિંહ સરવૈયા, ધર્મરાજસિંહ ઝાલા અને મનિષભાઇ સોઢીયાએ આ કામગીરી કરી હતી.

(4:37 pm IST)