Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ગોંડલના ઘોઘાવદર ખાતે બુધ- ગુરૂ વાર્ષીક પાટોત્‍સવ,

મુર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા, નવચંડી યજ્ઞનું આયોજન

રાજકોટઃ ગોંડલ નજીક ઘોઘાવદર ગામ ખાતે આવેલ ઐતિહાસીક શ્રી સતિમાતા ધામ તથા મંદિર ટ્રસ્‍ટ દ્વારા સમયાંતરે અનેક ધાર્મીક કાર્યક્રમો અવારનવાર યોજાતા રહે છે. ઈગોરાળા ઠાકર પરિવાર દેશભરમાં વિદેશમાં જુદા- જુદા સ્‍થળોએ વસવાટ કરતા કુટુંબીજનો, માઈભકતો, ઠાકર પરિવારનાં કુળદેવી શ્રી ખોડીયારમાં, શ્રી સતિમાં, શ્રી સિકોતરમાં, શ્રી વિરેશ્વર મહાદેવ તરીકે પુજાય છે. મંદિર ટ્રસ્‍ટના ઉપક્રમે આગામી ચૈત્રી નવરાત્રિ નોમ તા.૨૯ અને ૩૦ (બુધ, ગુરૂ) માર્ચ દરમ્‍યાન વાર્ષીક પાટોત્‍સવ તેમજ નવચંડીયજ્ઞ, મુર્તિ પ્રાણપ્રતિષ્‍ઠાનું ભવ્‍ય આયોજન કરવામાં આવનાર છે.

ઘોઘાવદર ખાતે આવેલ સતિમાતા ડેરી ટ્રસ્‍ટના ધર્મપ્રેમીઓ દ્વારા કુળદેવી શ્રી ખોડીયારમાતાજી, શ્રી સતિમાતાજી, શ્રી સિકોતર માતાજીનું શ્રધ્‍ધાભકિત પુર્વક પુજન અર્ચન થતું હોવાનું યાદીમાં જણાવાયું છે.

ઘોઘાવદર શ્રી સતિમાતા ધામ ખાતે યોજાનાર પાટોત્‍સવ તેમજ નવચંડી યજ્ઞમાં મંત્રોચ્‍ચાર આહુતી યજ્ઞમાં અર્પણ કરાશે. ભાવિકોને લાભ લેવા દિલીપભાઈ ઠાકર (પ્રમુખ, સતીમાતા ડેરી ટ્રસ્‍ટ ધોધાવદર)ની યાદીમાં જણાવાયું છે.

(5:34 pm IST)