Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પતિ વિરૂધ્‍ધ કેસ કરનાર નીતાબેન ચોૈહાણની ફેમિલી કોર્ટ પાસે ધોલધપાટ

તારીખમાં હાજર રહી કોર્ટમાંથી બહાર નીકળતાં પતિ સિધ્‍ધરાજસિંહ ચુડાસમાએ માર માર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૭: જામનગર રોડ પર ફેમિલી કોર્ટની બહાર એક મહિલાને તેના પતિએ મારકુટ કરતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું. નીતાબેન ધીરૂભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦-રહે. ગોકુલધામ આવાસ યોજના ક્‍વાર્ટર)ને બપોરે બારેક વાગ્‍યે જામનગર રોડ પર આવેલી ફેમિલી કોર્ટ પાસે હતી ત્‍યારે પતિ સિધ્‍ધરાજસિંહ વનરાજસિંહ ચુડાસમાએ ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

નીતાબેનના કહેવા મુજબ તેણે સિધ્‍ધરાજસિંહ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. પણ પતિ કમાઇને આપતાં ન હોઇ હાલ પિતા ધીરૂભાઇના ઘરે રિસામણે છે અને પતિ વિરૂધ્‍ધ ખાધાખોરાકીનો કેસ કર્યો છે. આજે કેસની તારીખ હોઇ પોતે કોર્ટમાં હાજર રહી બહાર નીકળી ત્‍યાં જ પતિએ હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(5:34 pm IST)