Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

૨૧ કિ.મી.ની હાફ મેરેથોન એસીપી વિશાલ રબારી, એએસઆઇ નિલેષ મકવાણા, હેડકોન્‍સ. રશ્‍મીન પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતે પુરી કરી

પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. ડી. ઝાલા, પીઆઇ આર. જી. બારોટ, ડી.બી. ખેર, દિગ્‍વીજયસિંહ ગોહિલ, અરૂણભાઇ બાંભણીયા સહિતે ૧૦ કિલોમીટરની ડ્રીમ રન પુરી કરી પીએસઆઇ કે. ડી. પટેલ, પીએસઆઇ કામરીયા, હેડકોન્‍સ. મહેશભાઇ રૂદાતલા, હિતેષભાઇ, પ્રશાંત રાઠોડ, ક્રિપાલસિંહ સહિતે પણ ૨૧ કિ.મી. દોડ પુરી કરી

રાજકોટઃ શનિવારે રાત્રે દસ વાગ્‍યે મનન રાજકોટ નાઇટ હાફ મેરેથોન SAY NO TO DRUGS  સુત્ર હેઠળ રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ રનર્સ તરફથી હાફ મેરેથોનનુ આયોજન કરવામાં આવ્‍યું હતું.આ  મેરેથોનમાં ૨૧ કિ.મી. હાફ મેરેથોન તેમજ ૧૦ કિ.મી. ડ્રીમ રનનુ રનર્સ માટે આયોજન કરાયું હતું. જેમા મેરેથોનમાં રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં એસઓજીના પીઆઇ જે. ડી. ઝાલા, ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય. બી. જાડેજા, ભક્‍તિનગરના પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા,બી-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ સહીતના અધિકારીઓ-કર્મચારીઓ પણ જોડાયા હતાં. જેમાં ભકિતનગર પોલીસ સ્‍ટેશના પો.ઇન્‍સ. એમ.એમ.સરવૈયાએ ૧૦ કિ.મી.ની ડ્રીમ રન પુરી કરી હતી. તેમજ રાઇટર એ.એસ.આઇ. નિલેષભાઇ મકવાણા તથા રશ્‍મીનભાઇ પટેલ તથા પ્રદ્યુમનસિંહ જાડેજા સહીતના કર્મચારીઓએ ૨૧ કિ.મી.ની હાફ મેરેથોન સમય મર્યાદામાં પુર્ણ કરેલ હતી. આ ઉપરાંત પીએસઆઇ પીએસઆઇ કે. ડી. પટેલ, પીએસઆઇ કામરીયા,  હેડકોન્‍સ. મહેશભાઇ રૂદાતલા,  હિતેષભાઇ, પ્રશાંત રાઠોડ, ક્રિપાલસિંહ સહિતે પણ ૨૧ કિ.મી. દોડ પુરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સને-૨૦૧૯ ના વર્ષમાં રોટરી કલબ દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં ભકિતનગર પોલીસ મથકના રાઇટર એ.એસ.આઇ. નિલેષભાઇ મકવાણાએ ૨૧ કિ.મી.ની હાફ મેરેથોન ૦૨.૧૪ કલાકમાં પુર્ણ કરી પ્રથમ નંબર મેળવ્‍યો હતો. તસ્‍વીરમાં એસીપી વિશાલ રબારી સાથે પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. ડી. ઝાલા, પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીઆઇ આર. જી. બારોટ, ચેતનસિંહ ગોહલ, ધર્મેન્‍દ્રસિંહ રાણા સહિતના જોઇ શકાય છે. નીચેની તસ્‍વીરમાં એસીપી વિશાલ રબારી સહિતના અને એએસઆઇ નિલેષભાઇ મકવાણા નજરે પડે છે.

(4:06 pm IST)