Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

મંતવ્‍ય ન્‍યુઝ પર પાર્થ પટેલના એન્‍કરીંગમાં ચાલતા ‘‘ફાયર'' કાર્યક્રમે ર૦૦ એપીસીડ પુરા કર્યા

રાજકોટ, તા. ર૭ :  મંતવ્‍ય ન્‍યુઝમાં સાંજે પ-૩૦ વાગ્‍યે સંભળાતો બુલંદ ફેફડાફાડ અવાજ અને એ સાથે શરૂ થતી ફાયર કાર્યક્રમે ર૦૦ એપિસોડ પુરા કર્યા છે. જેમાં ત્‍વરિત તીખા સવાલો પુછવાની પાર્થ પટેલની આગવી સૂઝ અને ચપળતાએ આ કાર્યક્રમને પ્રારંભથી જ ભારે ખ્‍યાતિ અપાવી છે.

મંતવ્‍યમાં આઉટ પુટ હેડ તરીકે ફરજ બજાવતા પાર્થ પટેલને અચાનક જ એન્‍કરીંગ કરવાનું સુઝયુ અને તેમાંથી જન્‍મ થયો તોફાની કાર્યક્રમ ફાયરનો વાત આગળ વધી બપોર પડતા જ વિષય નકકી કરવાની અને પછી પ્રવકતાઓને બોલાવવાની કવાયત ચાલતી કેટલાક તો વિષયનું નામ સાંભળીને  જ ના કહી દેતા અને તે સમયે જે તે પ્રવકતાનો વિકલ્‍પ શોધવો પડતો. પ્રશ્નોની ફટાકડાની જેમ સેર ફૂટતી હોય ત્‍યારે કોઇને હળવો ચુટયો પણ ખણી લેતા તો કયારેક કોઇને મરચા પણ લગતા. ર૦૦ હપ્તાથી ડબલ સેન્‍ચ્‍યુરીથી લોકપ્રિયતા હાલ ટોચ પર પહોંચી છે. તેમને શુભેચ્‍છાઓ પણ મળી રહી છે. બીજી તરફ તેમનો ફેફસાફાડ અવાજ પણ ગુંજી રહ્યો છે.

(3:49 pm IST)