Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાષ્‍ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી પરમ જીવદયા રથની શરૂઆત

રાજકોટ, તા. ર૭ : રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ ની પ્રેરણાથી પરમ જીવદયા રથ(અબોલ જીવોનું હરતું ફરતું અન્નક્ષેત્ર)ની શરૂઆત કરવામાં આવી છે. અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરુણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ - એનિમલ હેલ્‍પલાઇન રાજકોટ દ્વારા ચલાવવામાં આવતા પરમ જીવદયારથને વિમળાબેન દિલીપભાઇ મહેતા તથા દ્વારા ઉમાબેન મહેન્‍દ્રભાઇ મહેતાનાં (હ. હિતેનભાઈ મહેતા) સ્‍મરણાર્થે અનુદાન આપવમાં આવ્‍યું છે. રાજકોટમાં છેલ્લા ૧૮ વર્ષોથી કરુણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, એનીમલ હેલ્‍પલાઈન કાર્યરત છે જે  નિઃશુલ્‍ક પશુ, પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્‍થા છે.

રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ અને કરુણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ સંચાલિત પરમ જીવદયા રથ અંગેની વિશેષ માહિતી માટે સેતુરભાઈ દેસાઈ (મો. ૯૮૯૮૨૩૦૯૭૫) , હિમાંશુભાઈ શાહ (મો. ૯૮૯૮૦૪૮૧૩૯), જયેશભાઇ મહેતા (મો. ૯૮૨૪૧૫૪૫૪૨), મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯) , પ્રતિકભાઈ સંઘાણી (મો. ૯૯૯૮૦૩૦૩૯૩) , ધીરુભાઈ કાનાબાર  (મો. ૯૮૨૫૦૭૭૩૦૬) , રમેશભાઈ ઠક્કર  (મો. ૯૯૦૯૯૭૧૧૧૬) એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્‍ણુભાઈ ભરાડ , ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઇ મહેતાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:41 pm IST)