Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ભુપેન્‍દ્ર રોડ-કાલાવડ રોડ સહિતના વિસ્‍તારોમાં ૧૬ મકાનોને તાળાઃ અડધા દી'માં ૧.૭૧ કરોડની વસુલાત

મિલ્‍કત વેરાનો ૩૪૦ કરોડનો લક્ષ્યાંક પુરો કરવા વેરા શાખા ઊંધા માથે :રેસકોર્સ રોડ, ૧પ૦ ફુટ રીંગ રોડ, જામનગર રોડ, મવડી, મોરબી રોડ, કુવાડવા રોડ વગેરે વિસ્‍તારોમાં ૩૪ મિલ્‍કતોને જપ્તીની નોટીસ

રાજકો તા. ર૭ : મનપા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષના રૂા. ૩૪૦ કરોડના લક્ષ્યાંકને પુરો કરવા માટે વેરા વસુલાત શાખા કડક વસુલાત ઝૂંબેશ ચલાવી રહી છે, ત્‍યારે ફકત માર્ચ મહિનો પુરો થવામાં ૪ દિવસ જ બાકી હોય મિલ્‍કત વેરા બાકીદારો ઉપર ધોંસ બોલવવામાં આવી રહી છે. જે અન્‍વયે આજે ૧૬ મિલ્‍કતોને સીલ કરવામાં આવેલ જયારે ૩૪ મિલ્‍કતોને જપ્તી નોટીસ અપાયેલ. આજે અડધા દી'માં ૧.૭૧ કરોડની વસુલાત થતા આજ દિવસ સુધીમાં કુલ ૩૦૭.૦૧ કરોડની આવક થવા પામી છે.

મનપાની સત્તાવાર યાદી મુજબ વર્ષ ર૦રર-ર૩ ની રીકવરી ઝૂંબેશ અંતર્ગત વોર્ડ નં. ર માં રેસકોર્ષ રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૩ માં ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ. જામનગર રોડ પર આવેલ ૬-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૪ માં મોરબી રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. પ માં  કુવાડવા રોડ પર આવેલ ર-યુનિટને નોટીસ આપેલ., કબીર રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ.

જયારે વોર્ડ નં. ૭ માં ભુપેન્‍દ્ર રોડ પર ૧-યુનિટ સીલ કરેલ.

મહીલા કોલેજ ચોક પાસે આવેલ ર-યુનિટ સીલ કરેલ. સુભાષ રોડ પર આવેલ ગુરૂકૃપા ટાવરમાં ૬-યુનિટ સલ કરેલ.

વોર્ડ નં. ૮ માં કાલાવડ રોડ પર આવેલ ર-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૯ માં  કાલાવાડ રોડ પર આવેલ ર-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧૧ માં ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧ર માં મવડી વિસ્‍તારમાં ૩-યુનિટને નોટીસ આપેલ.

ઉપરાંત વોર્ડ નં. ૧૩ માં ઉમાકાંત રોડ પર આવેલ ૧-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧પ માં રામનગર રોડ પર આવેલ ર-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧૬ માં આજરોજ સે. ઝોન દ્વારા કુલ ૧૧ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧ર મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રૂા. ૧.૦૯ કરોડની વસુલાત કરાયેલ.

વેસ્‍ટ ઝોન દ્વારા ૧૧ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રૂા. ૩૩.૪૮ લાખ જમા થયેલ.

ઇસ્‍ટ ઝોન દ્વારા કુલ પ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧૧ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રૂા. ર૮.પ૬ ની વસુલાત કરવામાં આવેલ.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સ્‍પેકટરો દ્વારા આસી. કમિશનર સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:15 pm IST)