Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજકોટની ટ્રેડિંગ-પરિશ્રમ ક્રેડિટ કો.ઓ. સોસાયટીનું ઉઠમણું

૧૦ ટકાની લાલચ આપી છેતરપિંડી કરાઈ : પરિશ્રમ ક્રેડિટ કો.ઓ. સોસાયટી દ્વારા ૧૦ ટકાની લાલચ આપતા ૧૫૦૦ લોકોએ ૨થી ૫૦ લાખ સુધી રોકાણ કર્યુ

રાજકોટ, તા.૨૭ : રાજકોટ શહેરમાં શુક્રવારે ફરી સમય ટ્રેડિંગ અને પરિશ્રમ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીનું ઉઠમણું થતા લોકોના ૨૦૦ કરોડથી વધુની રકમ ફસાઇ છે. પરિશ્રમ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા ૧૦ ટકાની લાલચ આપતા ૧૫૦૦ લોકોએ ૨થી ૫૦ લાખ સુધીનું રોકાણ કર્યુ છે. પરંતુ નાણા કે વ્યાજ આપી છેતપિંડી આચરતા આજે રોકાણકારોએ રેલી યોજી પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું.

પોલીસ કમિશનરને આપેલા આવેદનમાં લોકોએ ફરિયાદ કરી છે કે, સમય ટ્રેડિંગમાં જે લોકો રોકાણ કરતા તેને રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાર કરાવી તેમજ જેટલી રકમ રોકી હોય તેનો ચેક આપતા હતા. જેમાં ઘણા લોકોએ સોનાના દાગીના પણ ગીરવે રાખ્યા હતા.આશરે ૨૦૦ કરોડથી વધુનું કૌભાંડ લોકો દ્વારા કરવામાં આવ્યું છે. અજયભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી અંદાજે ૧૫૦૦ લોકોએ બે લાખથી લઇ ૫૦ લાખ સુધીના રૂપિયા રોક્યા હતા. ૧૦ ટકાની લોભામણી જાહેરાત આપી અનેક લોકોને નવડાવ્યા છે.

(8:36 pm IST)