Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

એકની તપヘર્યાનો પારણા મહોત્‍સવ : અનેકો માટે પ્રેરણા મહોત્‍સવ બની જાય : રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.

રોયલ પાર્ક સ્‍થા. જૈન મોટા સંઘમાં ૧૦૦થી વધુ તપ આરાધકોનો તપસ્‍વી અનુમોદના અવસર યોજાયો

રાજકોટ તા. ૨૭ : શ્રી રોયલપાર્ક સ્‍થાનકવાસી જૈન મોટા સંઘ- ઓમાનવાલા ઉપાશ્રય- સી. એમ. શેઠ પોષધશાળાના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ અને તપસ્‍વીની પૂજય શ્રી વનિતાબાઈ મહાસતીજી આદિના સાંનિધ્‍યે કેતનભાઈ શેઠ, વીણાબેન શેઠ તેમજ કુ. હિલોનીબેન શેઠ આદિ ૧૦૦દ્મક વધુ તપ આરાધકોનો તપસ્‍વી અનુમોદનાનો અવસર ઉજવાયેલ.

આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે હૃદયસ્‍પર્શી બોધ ફરમાવતાં કહ્યું હતું કે, તપધર્મનો પ્રભાવ એવો હોય છે કે, એની સામે ભલભલા સહજરૂપે નતમસ્‍તક બની જાય. જૈન દર્શનનો દરેક સાધક એવો હોય જે સ્‍વયંની આત્‍મસાધના સાથે બીજા અનેકો-અનેકોને સાધનામાં જોડી દેનારો હોય. પ્રભુ સાથે સ્‍વયં જોડાઈ જવું તે શ્રેષ્ઠ છે, પરંતુ પોતાની સાથે-સાથે બીજા અનેક આત્‍માઓને પ્રભુ સાથે જોડી દેવા તે સર્વ શ્રેષ્ઠ હોય છે. તપ અનુમોદનાનો આ અવસર માત્ર પારણા મહોત્‍સવ નથી, પરંતુ અનેક આત્‍માઓને તપની પ્રેરણા આપનારો મહોત્‍સવ છે. તપસ્‍વી એ જ હોય જે હસતાં-હસતાં તપશ્ચર્યા કરે અને રડતાં-રડતાં પારણું કરે. કસોટીની સોટી ખાવી પડે તે તપર્યાની આરાધના હોય પરંતુ તે સોટી પણ જેને સિધ્‍ધિની સોટી અનુભવાય તેની તપર્યા સાર્થક બની જતી હોય છે. તપર્યાના પ્રારંભ બાદ જેને પારણા કરવાનું મન થતું હોય એની સાધના ૫૦% સાર્થક બને, પરંતુ જેને પારણું કરવાનું મન જ ન થાય એની સાધના ૧૦૦% સાર્થક બની જતી હોય છે. ૪૦ થી વધારે બાળકો પણ જોડાયેલ.

તપસ્‍વીની પૂજય શ્રી વનિતાબાઈ મહાસતીજીએ તેમજ પૂજય શ્રી અજિતાબાઈ મહાસતીજીએ કસોટીમાં પણ દ્રઢ રહેનારા તપસ્‍વીઓની પ્રશસ્‍તિ અને અનુમોદના કરતાં બોધ પ્રવચન ફરમાવીને સહુને પ્રેરિત કર્યા હતાં. લંડનથી બાલિકા ચેરી રિતેન શાહે નૃત્‍ય પ્રસ્‍તુતિ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ દ્વારા કરવામાં આવ્‍યું હતું. વર્ષીતપ આરાધક કેતનભાઇ શેઠ દ્વારા પરમ ગુરૂદેવના ચરણમાં ચાતુર્માસની ભાવભીની વિનંતિ કરાયેલ. માત્ર દોઢ વર્ષના બાળ તપસ્‍વી નક્ષની ભાવભીની અનુમોદના સાથે આ અવસરે મૃદુલાબેન નવીનચંદ્ર શેઠ પરિવારના ત્રણે તપસ્‍વી આરાધકો કેતનભાઈ, વીણાબેન અને કુ. હિલોનીબેન દ્વારા દરેક તપસ્‍વીની બહુમૂલ્‍ય બહુમાન સાથે અનુમોદના કરવામાં આવી હતી.

આવતીકાલ તપ અનુમોદના મહોત્‍સવના દ્વિતીય દિવસે તા. ૨૮ રવિવાર સવારના ૯ કલાકે તપસ્‍વી ભાવિકોના કળશ પ્રત્‍યાખ્‍યાનનો અવસર આયોજિત કરવામાં આવ્‍યો છે.

(4:19 pm IST)