Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોરોનાની મહામારીમાં પૂરતો ધંધો મળતો ન હોય

કોમર્શીયલ વાહનોને ટેક્ષમાંથી મુકિત આપો

રાજકોટ ટ્રાવેલ્‍સ ટેક્ષી એસો.દ્વારા આર.ટી.ઓ.માં રજુઆત, હવે પાંચ શહેરોના એસોસીએશનો આર.સી.ફળદુને રજુઆત કરશે

રાજકોટ,તા.૨૭: કોરોનાની મહામારીમાં પૂરતો ધંધો મળતો ન હોય  કોમર્શીયલ વાહનોને ટેક્ષમાંથી મુકિત આપવા રાજકોટ ટ્રાવેલ્‍સ ટેક્ષી એસોસીએશન- રાજકોટ દ્વારા આર.ટીે.ઓ.ના અધિકારીશ્રીને રજુઆત કરવામાં આવી હતી.

જેમાં જણાવાયું છે કે કોરોનાની મહામારીના સમયે અમારા રોજગાર કામધંધામાં વાહનોને પૂરતો ધંધો મળતો ન હોય અમોને નાણાકીય, માનસીક તકલીફનો સામનો કરવો પડે છે. જેથી આ મહમારી સંપૂર્ણપણે પૂરી ન થાય ત્‍યાં સુધી ટ્રેક્ષી ટ્રાવેલ્‍સના ધંધાર્થીઓને તમામ ટેક્ષ અને ફ્રી માંથી મુકિત આપવી.

દરમિયાન રાજકોટમાં ટ્રાવેલ્‍સ ટેક્ષી એસો.માં ૩૫૦ સભ્‍યો છે અને આગામી સમયમાં અમદાવાદ, બરોડા, સુરત, ભરૂચના ટ્રાવેલ્‍સ ટેક્ષી એસોસીએશનોનું મંડળ ગાંધીનગર ખાતે પરીવહન મંત્રી આર.સી.ફળદુને પણ રજુઆત કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું. તસ્‍વીરમાં રાજકોટ ટ્રાવેલ્‍સ ટેક્ષી એસોસીએશનના પ્રમુખ જયદીપસિંહ રાણા (મો.૯૮૨૫૦ ૯૩૮૪૭), ઉપપ્રમુખ અંકુરભાઈ આચાર્ય (મો.૮૪૬૯૨ ૦૦૦૦૪), મંત્રી જયપાલસિંહ જાડેજા અને મહામંત્રી આશીષભાઈ કારીયા વિ.નજરે પડે છે.

(4:16 pm IST)