Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વર્ષોથી ભાડુ નહીં ભરનારા સામે મ.ન.પા.ની લાલ આંખ : ૪૧ વેપારીઓને દુકાન ખાલી કરવા નોટીસો

રાજકોટ, તા. ર૭ : મ.ન.પા.નાં શોપીંગ સેન્‍ટરોમાં ભાડે આવેલી દુકાનોનું વર્ષોથી ભાડુ નહીં ભરનાર વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી દુકાનો ખાલી કરવા નોટીસો ફટકારી છે.

આ અંગે મ.ન.પા.ની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્‍થળોએ ર૧ શોપીંગ સેન્‍ટરની ૩૮પ દુકાનો લાંબા ગાળા માટે લીઝથી આપવામાં આવેલ છે. જે પૈકી નીચેની વિગતે ના ૪ શોપીંગ સેન્‍ટરના ૪૧ દુકાન ધારકો દ્વારા લાંબા સમયથી રાજકોટ મહા નગરપાલિકામાં લીઝ ચાર્જ (ભાડુ) ભરપાઇ કરવામાં આવેલ ન હોય, અગાઉ એસ્‍ટેટ વિભાગ દ્વારા વખતો-વખત નોટીસ આપવામાં આવેલી હતી. આમ છતાં સદરહું ૪૧ દુકાનધારકો દ્વારા રૂા. ૧૧૪ લાખ જેટલી ભાડા + વ્‍યાજની રકમ ભરપાઇ કરવામાં આવેલ ન હોય, સદરહું ૪૧ દુકાન ધારકોને દિન-૩૦માં દુકાન ખાલી કરી આપવા આખરી નોટીસ ઇસ્‍યુ કરવામાં આવેલ છે.

ક્રમ કયા શોપીંગ સેન્‍ટરનું કેટલી દુકાનોને                  નોટીસ આપેલ

     નોટીસો અપાઇ                       દુકાનોનીની સંખ્‍યા      

૧.   ગુમાનસિંહજી શોપીંગ સેન્‍ટર જયુબીલી માર્કેટ સામે         ૪

ર.   જયુબીલી શોપીંગ સેન્‍ટર, લોટરી બજાર                     ર૧

૩.   ગેલેકસી સિનેમા સામેનું શોપીંગ સેન્‍ટર                     પ 

૪.  ત્રિકોણબાગ પાસેનું શોપીંગ સેન્‍ટર                         ૧૧

(4:12 pm IST)