Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજકોટ લોહાણા મહાજન તથા મ્‍યુ.કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે કોરોના વેકસીનેશન કેમ્‍પ

સોમવાર તારીખ ર૯ માર્ચથી મો.નં. ૯પ૩૭૭ ૧૧૭૭૪ ઉપર સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્‍યા સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશેઃ રસીકરણ કેમ્‍પ ૧ એપ્રિલ ર૦ર૧ના રોજ યોજાશે

રાજકોટ, તા., ર૭: ભારત સહીત સમગ્ર જિલ્લામાં હાહાકારનાં મચાવનાર કાળમુખા કોરોનાને હરાવવા માટે વેકસીન આવી ગઇ છે અને સરકારની ગાઇડ લાઇન્‍સ મુજબ પુરજોશમાં વેકસીનેશન ચાલી રહયું છે. ત્‍યારે રાજકોટ લોહાણા મહાજન તથા  રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે વેકિસનેશન કેમ્‍પનું આયોજન તારીખ ૧ એપ્રિલ ર૦ર૧ના રોજ લોહાણા મહાજન કેશરીયાવાડી, કાલાવડ રોડ રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું છે. જે માટેનું રજીસ્‍ટ્રેશન સોમવાર તારીખ ર૯ માર્ચ ર૦ર૧ ના રોજથી સવારે ૧૦ વાગ્‍યાથી સાંજે ૭ વાગ્‍યા સુધી મો. નં. ૯પ૩૭૭ ૧૧૭૭૪ ઉપર કરી શકાશે.

સોમવારથી રજીસ્‍ટ્રેશન સતત ચાલુ જ રહેશે. તેવું રાજકોટ લોહાણા મહાજન રાજકોટના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂની યાદીમાં જણાવાયું છે.

આજરોજ રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના કમિશનરશ્રી ઉદીત અગ્રવાલને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ તથા ટ્રસ્‍ટીઓ એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, ધવલ દિનેશભાઇ કારીયા વિગેરે મળ્‍યા હતા અને વિશાળ સમાજના હિતમાં વેકિસનેશન કેમ્‍પનું આયોજન કરવાનું નકકી કર્યુ હતું. કેમ્‍પમાં અન્‍ય જ્ઞાતિના લોકો પણ રજીસ્‍ટ્રેશન કરાવી શકશે. (પ-૩૦)

(4:11 pm IST)