Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજકોટ ડિસ્ટ્રીકટ કેમીસ્ટ કાઉન્સીલ દ્વારા કોરોનાની સારવાર માટેના રેમડેસીવર ઈન્જેકશન માત્ર ૧૭૦૦ રૂ.માં મળશે

રાજકોટ ડિસ્ટ્રીકટ કેમીસ્ટ કાઉન્સીલના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા સેક્રેટરી અનિમેષભાઈ દેસાઈની યાદીમાં જણાવ્યા મુજબ કોરોના માટેની સારવારમાં વપરાતા હેટ્રો કંપનીના રેમડેસીવર ઈન્જેકશન માત્ર રૂ. ૧૭૦૦માં જરૂરીયાતવાળા પેશન્ટને આપવામાં આવશે : હાલમાં રેમડેસીવર ઈન્જેકશનના રીટેલ પ્રાઈઝ બજારમાં ૫૪૦૦ રૂ. સંભળાઈ રહી છે ત્યારે કોરોનાના પેશન્ટને રેમડેસીવર ઈન્જેકશનના સામાન્ય રીતે ૬ ડોઝ આપવાના હોય છે માટે ૧ ઈન્જેકશનની કિંમત ૫૪૦૦ રૂ.ને બદલે ૧૭૦૦ રૂ. જ લેવી અને આ ઈન્જેકશન રાજકોટમાં આજથી જ મળવા લાગ્યા હોવાનું જાણવા મળે છે : આ માટ મો. ૯૪૮૪૬ ૩૪૪૬૩ ઉપર સંપર્ક કરી શકાય છે. રેમડેસીવર ઈન્જેકશન લેવા માટે દર્દીનું આધાર કાર્ડ, કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ તથા ડોકટરનું ઓરીજનલ પ્રિસ્ક્રીપ્શન જરૂરી હોવાનું જાણવા મળે છે. રેમડેસીવર ઈન્જેકશન આદિનાથ ડિસ્ટ્રીબ્યુટર, મોટી ટાંકી ચોક (અનિમેષભાઈ દેસાઈ) ખાતેથી પણ માત્ર રૂ.૧૭૦૦માં જ મેળવી શકાશે : સમગ્ર રાજકોટ જીલ્લામાં તમામ દર્દીઓને આ જ ભાવે રેમડેસીવર ઈન્જેકશન મળશે એવુ જણાવાયુ છે.

(3:55 pm IST)