Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

દીકરી- બાપના સંબંધોને હસતા- હસતા સમજાવતું નાટક 'પતિ કૂલ પત્ની પાવરફૂલ'

રાજકોટઃ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના અંતર્ગત આર.કે.આર્ટ ગ્રુપ રકાજકોટ દ્વારા પ્રસ્તુત કિશોર ડોડીયા, લીખીત તથા રમેશ કડવાતર દિગ્દર્શિત નાટક ''પતિ કૂલ પત્નિ પાવરફૂલ''નો શો યોજાએલ. જેમાં દિકરી અને બાપના પરસ્પર પ્રેમ લાગણીનાં તાણાવાણાને હસતાં હસતાં સમજાવતું આ નાટકમાં કલાકારો ભરત ત્રિવેદી, વૈશાલી જોષી, કિશોર ડોડીયા, વિશાલ પિઠડીયા, પુષ્પા ગુપ્તા, ફોરમ જોષી, નિરજ કડવાતર આમીર દલ અને રમેશ કડવાતર દ્વારા અભિનયના ઓજસ પાથરવામાં આવ્યા હતા. સંગીત સંચાલન હર્ષ ત્રિવેદી, પ્રકાશ સંચાલન હિતે સીનરોજા, મેકઅપ દિલીપ પાડલીયા, કોસ્ટયુમ બિલકિસબહેન, સેટીંગ્ઝ લલીતા આર્ટસ દ્વારા કરવામાં આવ્યું હતું. જય કોટક, પંકજ મકવાણા, જુસબ પરમારે જહેમત ઉઠાવી હતી. પ્રોર્ડકશન મેનેજર ઈસાભાઈ દલે સંપૂર્ણ શોની દખરેખની જવાબદારી સંભાળેલ હતી.

(3:51 pm IST)