Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

'વહુ વટમાં તો સાસુ પટમાં દ્વિઅંકી નાટકનો સફળ શો'

રાજકોટઃ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી-ગાંધીનગર દ્વારા સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના અંતર્ગત મૃણાલીની ભટ્ટ આકાર ઇવેન્ટસ રાજકોટ દ્વારા પ્રસ્તૃત સંજય ગોહીલ લિખીલ તથા મૃણાલીની ભટ્ટ દિગ્દર્શીત નાટક 'વહુ વટમાં તો સાસુ પટમાં' નાટકનો પ્રથમ શો બાલકુંજ હોબી સેન્ટર, રાજકોટ તથા બીજો શો બ્રહ્મસમાજ વાડી, ઝાલા રોડ, ધ્રાંગધ્રા મુકામે મંચન થયેલ છે.

ખટપટી  સંસારની અટપટી આંટીઘુટીને હસતા હસતા સમજાવતુ આ દ્વિઅંકી નાટકમાં કલાકારો-શ્રૃંગાર રૂઘાણી, ધ્વની રૂઘાણી, ગીતાશં સ્વાદીયા, હેતાંગી વૈષ્ણવ, મેહુલ વૈષ્ણવ, કલ્પેશ બોઘરા, ઓમ ભટ્ટ, હર્ષીત ઢેબર, ગુલામ હુસેન અગવાન, પાર્થજાની, ગૌતમ જોષી, મૃણાલીની ભટ્ટએ અભિનયના ઓજસ પાર્ર્થયા હતા. સંગીત સંચાલન ગુલામહુસેન અગવાન પ્રકાશ સંચાલનઃ  ચેતન ટાંક, મેકઅપઃ દિલીપ પાડલીયાઃ કોસ્ચ્યુમઃ ફાલ્ગુની મહેત, સેટીંગ્સઃ લલીતા આર્ટસ, નેપથ્યેઃ જયેશ જાદવ તેમજ ચિંતન પારેખ, પ્રોડકશન મેનેજર કલ્પેશ બોઘરા દ્વારા કરવામાં આવ્યું હતું.

(2:55 pm IST)