Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

સ્વ. ઉપેન્દ્રભાઇ પંડયા પરિવાર દ્વારા સેવાકીય કાર્ય

સુહાસભાઇ પંડયાની બીજી પુણ્યતિથિ નિમિતે પંચનાથ હોસ્પિટલમાં ૧૭ દર્દીઓના મોતીયાના ઓપરેશન કરાશે

આંખના નંબર, મોતીયા, જામર, વેલની તપાસ માત્ર રૂ.૫૦માં ૧ વર્ષમાં ૪,૯૯૭ દર્દીઓનું નિદાનઃ મોતીયાના ઓપરેશનમાં ફોલડેબલ લેન્સ બેસાડવામાં આવે છેઃ ડો. સુકેતુ ભ૫લની સેવા

રાજકોટઃ માત્ર ને માત્ર દરિદ્રનારાયણની તબીબી ક્ષેત્રે રહેલી વેદના કે સંવેદના વાચા આપવા માટે શહેરનાં ૧૪૬ વર્ષ જુના અતિ પ્રાચીન દેવાલય શ્રી પંચનાથ મહાદેવ મંદિરની પવિત્ર ભૂમિ પર સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા ને શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતી હોસ્પિટલ અર્પણ કરવામા આવી.

સ્વ.શ્રી સુહાસભાઇને શ્રી પંચનાથ મહાદેવના મંદિર સાથે દ્યનિષ્ઠ નાતો રહ્યો હતો પરીણામે દરેક ધાર્મિક પ્રસંગોમાં તેમની હાજરી શોભનીય હતી તેઓ મંદિર દ્વારા ઉજવાતા દરેક તહેવારોમાં પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવતા હતા દર વર્ષે ઉત્સાહ સાથે યોજાતી શ્રી હાટકેશ્વર મહાદેવ પાટોત્સવ જયંતી પર નીકળતી વરણાગીમા તેઓ ઝૂમી ઉઠતાં ત્યારે તેમની શ્રધ્ધા અને આસ્થા ઉડીને આંખે વળગે તેવી હતી અને આ પરમ અવસરની ઇંતેજારી હંમેશા મનમાં રહેતી હતી. વખતો વખત ચૈત્ર માસ દરમ્યાન યોજવામાં આવતા રાંદલમાંના લોટા ઉત્સવ દરમ્યાન અગ્રેસર રહીને મહાદેવના નારા સાથે આનંદ અને ઉત્સાહ સાથે પ્રસાદ વિતરણ કરતા હતા. સુહાસભાઈના પિતા સ્વ.શ્રી ઉપેન્દ્રભાઈ સાહિત્યકાર અને પ્રાચીન ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ હતા. તેમજ માતા વત્સલાબેન પણ સારા લેખક હોવાને નાતે સમાજમાં સારી એવી નામના પ્રાપ્ત કરી હતી. પોતાના નિખાલસ અને આનંદી સ્વભાવ હોવાને કારણે શ્રી પંચનાથ મંદિરના દરેક ટ્રસ્ટીશ્રીઓ સાથે લાગણીસભર સંબંધો જાળવવામા સફળ રહ્યા હતા તેમજ હોસ્પિટલના યુવા પ્રમુખ દેવાંગભાઇ માંકડના પરિવાર સાથે ગાઢ સંબંધો જળવાયેલા હતા.

જેમનો સદાબહાર હસતો રહેતો ચહેરો અનેક સેલીબ્રીટીઓના હ્રદયમા કોતરાઇ ગયો હતો તેથી શહેરનાં કોઈપણ ધાર્મિક સામાજીક કે રાજકીય સભાના મંચ પર પોતાના જીવ કરતા પણ વધુ વ્હાલા કેમેરા સાથે હંમેશા પ્રથમ હરોળમાં સ્થાન ગ્રહણ કરનાર સ્વ.શ્રી સુહાસભાઇએ તેમના જીવનકાળ દરમ્યાન લગભગ ૧૦૦૦૦ કરતા પણ વધારે સેલીબ્રીટી સાથે ફોટોગ્રાફ્સ પડાવેલ છે એવું કહેવાય છે કે કોઈપણ પ્રેસ કે મીડિયાને જયારે સેલીબ્રીટીના પોઝની જરૂર પડી છે ત્યારે સ્વ.શ્રી સુહાસભાઇનો સંપર્ક કરવામા આવતો હતો ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલબિહારી વાજપેયી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમની સાથે પ્રસન્નવદને ફોટોગ્રાફ્સ પડાવેલ છે સુહાસભાઇના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેમના પરિવારજનોને શોક સંદેશ પાઠવ્યા હતા. જેમના વરદ હસ્તે સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને હોસ્પિટલ અર્પણ કરવામાં આવી તેવા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે નિકટતા ભર્યા સબંધો હતા.

હોસ્પિટલ દ્વારા ચાલતા આંખના ઓપીડી વિભાગમાં આંખના નંબર પ્રેસર, મોતીયા, પડદા, જામર, તેમજ વેલની તપાસ માત્ર રૂ. ૫૦ મા કરી આપવામાં આવે છે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા કોરોના મહામારીના સમય વચ્ચે પણ ૪૯૭૭ દર્દીઓને સચોટ રીતે તપાસીને સંતોષકારક નિદાન કરવામાં આવેલ છે. નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવતા મોતીયાના ઓપરેશનમાં પ્રખ્યાત ભારતીય અને આંતરરાષ્ટ્રીય કંપનીના ફોલડેબલ લેન્સ બેસાડી આપવામાં આવે છે.

ઓપરેશન થિયેટરને સંપૂર્ણ રીતે વાતાનુકૂલિતની સાથે બેકટેરિયા રહિત બનાવવામા આવેલ છે અને તેની તમામ જરૂરી અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતી મશીનરી જાણીતા દાનવીર  શ્રી શીવલાલભાઇ ધીરજલાલ અને શ્રીમતિ નિર્મળાબેન શીવલાલભાઇ ધાંધાં પરીવાર તરફથી અનુદાનમા આપવામાં આવેલ છે જયારે ફેંકો મશીન હંમેશા સેવા કાર્યને વરેલા રોટરી કલબ ઓફ રાજકોટના નામાંકિત આગેવાનો દ્વારા ઇન્સ્ટોલ કરી આપવામાં આવેલ છે.    

આંખના મોતીયાના ઓપરેશન ડો. સુકેતુ ભપલ દ્વારા કરવામાં આવે છે જેઓએ ૨૦૧૧ ની સાલમાં એમ.એસ. ઓપ્થેલની ડીગ્રી એમ ્રૂ જે વેસ્ટર્ન રીજીયોનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપથલોમોજી (અમદાવાદ) ખાતેથી પ્રાપ્ત કરેલ છે સાથો સાથ દક્ષિણ ભારત સ્થિત તામિલનાડુ ચેન્નાઇ  ખાતે આવેલ જગવિખ્યાત નેત્ર મંદિરમાં અભ્યાસ કરીને ફેંકો ફેલોશીપની ઉપાધિ મેળવતાની સાથે ૧૦ વર્ષથી પણ વધુ સમયથી અનુભવ ધરાવતા હોવાથી નિષ્ણાત આંખના સર્જન તરીકેની નામના ધરાવે છે તેઓએ તેમની કારકિર્દી દરમિયાન આંખના મોતીયાના કુલ ૫૧૯૯ થી વધુ સફળ ઓપરેશન કરેલ છે જેમાંથી ૧૨૭ ઓપરેશન પંચનાથ હોસ્પિટલમાં કરવામાં આવેલ છે.

આ સેવાયજ્ઞમાં આપના તથા આપશ્રીના પરિવારજનોના જીવનના અંતિમ ક્ષવાસ સૂધી કયારેય પણ ભૂલી ન શકાય તેવા સોનેરી દિવસો જન્મદિન લગ્નતિથી અથવા તો  પરિવારના સભ્યશ્રીઓના મરણ પ્રસંગ કે પુણ્યતિથિ પર અતિ જરૂરતમંદ વ્યકિતઓની આંખની ધ્ષિટ ઓછી થઈ ગઈ છે અથવા તો ધીરે ધીરે ઓછી થઈ રહી છે તેવા સંજોગોમાં યથાશકિત અનુદાન દ્વારા આહુતિ આપી જરૂરતમંદોને નિૅંશુલ્ક આંખના મોતીયાનુ ઓપરેશન કરાવી આપીને તેમના જીવનમાં ફરી રોશની પ્રજવલિત કરીને પુણ્યનું ભાથુ બાંધવા સુવર્ણ તક ઝડપો તેવી શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે.

તેમજ અત્યાર સુધી આ સેવાકીય યોજનામા શ્રી શીવલાલભાઇ ધીરજલાલ તથા નિર્મળાબેન શીવલાલભાઇ ધાંધાં, સ્વ.શ્રી ઉપેન્દ્રભાઈ પંડયા, અમેરિકા સ્થિત રીટાબેન સંજયભાઈ ઘોડાસરા, ઓસ્ટ્રેલિયા સ્થિત સ્વ.શ્રી કુંજનબેન બકુલભાઇ દાસાણી, બી. એમ. ઢોલરીયા, રાજીવભાઇ વછરાજાની, ઝંખનાબેન મીહીરભાઇ દોશી, કોકીલાબેન વૈષ્ણવ દિપકભાઇ કારીઆ, અશોકભાઇ વખારીયા જેવા ભાગ્યશાળી પરિવારો યથાશકિત મુજબ (૧ ઓપરેશનના રૂ. ૬૫૦૦ લેખે) અનુદાન આપીને જરૂરતમંદોના તથા દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે.

સમગ્ર વિશ્વના આભમાં ફરી મંડરાયેલા કોરોના મહામારીના કાળા ડિબાંગ વાદળો વચ્ચે માનવી પ્રત્યે માનવીય અભિગમ દાખવનાર સ્વ.શ્રી ઉપેન્દ્રભાઈ પંડયા પરીવાર તેમજ શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવાન પ્રમુખશ્રી દેવાંગભાઇ માંકડ, ઉપપ્રમુખશ્રી ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદમંત્રી શ્રી તનસુખભાઇ ઓઝા, ટ્રસ્ટીશ્રીઓ વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નિરજભાઇ, મયૂરભાઇ શાહ, નિતીનભાઈ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઈ લાલકીયા, ડો. લલિતભાઈ ત્રિવેદી, મનુભાઇ પટેલ જેવા સેવાભાવી આગેવાનો દ્વારા દરેક નાગરીકોને માસ્ક સેનીટાઇઝેશનનો ઉપયોગ અને સામાજિક અંતર જાળવવાની સાથે બને ત્યા સુધી દ્યરે રહો સલામત રહો તેવી અપીલ કરવામાં આવી છે.

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે શ્રી પંકજ ચગ (મો.  ૯૮૭૯૫ ૭૦૮૭૮) શ્રીમતિ બીનાબેન છાયાનો પ્રથમ માળે હોસ્પિટલ પર અથવા તો લેન્ડ લાઇન નંબર ૦૨૮૧૨૨૨૩૨૪૯ / ૨૨૩૧૨૧૫પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની અખબારી યાદીમા જણાવેલ છે.

(2:54 pm IST)