Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

દેશીદારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીની રીમાન્ડ નામંજુર : જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ર૭ :  અત્રે ૧પ૦૦ લીટરના દેશી દારૂના વિશાળ જથ્થામાં પકડાયેલા આરોપીના ૪ દિવસના માંગેલા રીમાન્ડ નામંજુર કરી કોર્ટે આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનના ગુના રજી. થી પ્રોહીબીશન એકટની કલમ-૬પ-ઇ, ૯૮(ર) મુજબીન ફરીયાદ યોગેન્દ્ર એ. ચૌહાણે, પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ આપેલી કે, આરોપી રામદેવ ભરતભાઇ ચૌહાણ તેમની ટાટા સુમો ગાડી નં. જી.જે. ૦૧ કે. એમ. ૯ર૪૬માં ૧પ૦૦ લીટર દેશી દારૂના વિશાળ જથ્થા સાથે પકડાયેલા, જે ફરીયાદની અનુસંધાને તપાસનીશ અધિકારીશ્રીએ આરોપીની ધરપકડ કરેલી.

લોઅર કોર્ટમાં દિવસ-૪ની રીમાન્ડ ની માંગણી કરી, રજુ કરતા, આરોપીના વકીલશ્રીઓની દલીલોને ધ્યાને લઇને નામદાર લોઅર કોર્ટે આરોપીના રીમાન્ડ નામંજુર કરેલ અને આરોપીને રૂ. ર૦,૦૦૦/- નો શરતી જામીન ઉપર છોડવાનો હુકમ રાજકોટના એડી. જયુ. મેજી. શ્રી એ.એમ. ઓઝાએ કરેલો છે.

આ કામમાં અરજદાર/ આરોપીના બચાવ પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી. સાંકળીયા, અતુલભાઇ એન. બોરીચા, મનીષાબેન પોપટ, અહેશાનભાઇ એ. કલાડીયા, વિજયભાઇ સોંદરવા, વિજયભાઇ ડી. બાવળીયા, પ્રકાશભાઇ એ. કેશુર, સી.એચ. પાટડીયા, જયેશભાઇ જે. યાદવ, એન.સી. ઠક્કર, જી.એમ. વોરા વગેરે રોકાયેલા હતા.

(2:52 pm IST)