Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

હજ-ઉમરાહ-જીયારત યાત્રામાં લાખોની ઠગાઇની ફરીયાદ રદ કરવાની અરજી હાઇકોર્ટમાં પાછી ખેંચાઇ

રાજકોટ, તા., ૨૭: રાજકોટ ખાતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તા.૯-ર-ર૦૦રના રોજ ઇ.પી.કો.કલમ ૪૦૬, ૪ર૦ તેમજ ૧૧૪ મુજબની ફરીયાદ કુલ ત્રણ ઇસમો (૧) સલીમભાઇ અબ્દુલભાઇ મોકડ રહે. ગોંડલ (ર) સૈયદ જાવેદભાઇ બુહરાની રહે. મુંબઇ તેમજ (૩ા)  મોહંમદ શેરખાન અશરફ રહે. મુંબઇ વાળા વિરૂધ્ધ નોંધવામાં આવેલ હતી જે ફરીયાદ રદ કરવા માટે આરોપી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કવાસીંગ પીટીશન દાખલ કરેલ હતી. જે કાયદાકીય પ્રક્રિયાઓ બાદ આરોપી દ્વારા વિડ્રો કરવાના સંજોગો ઉપસ્થિત થયેલ હતા.

આ કેસની ટુકમાં હકીકત એવી છે કે આ કામના ફરીયાદીની ફરીયાદ એ મુજબની છે કે આ કામના ફરીયાદી રાજકોટમાં ટુર એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને ઇસ્લામી ધર્મની પવિત્ર યાત્રા હજ-ઉમરાહ અને જીયારત માટે માણસોને મોકલે છે.

ત્યાર બાદ ફરીયાદીએ ડીસેમ્બર ર૦૧૮ બગદાદ જીયારત માટે કુલ ૪પ લોકોનું જીલાની ઇન્ટરનેશનલ ટુર એન્ડ ટ્રાવેલ્સ મુંબઇ ખાતે બુકીંગ કરાવેલ હતું અને તે પેટે કુલ ર૭ લાખ મોકલી આપેલ હતા તથા જાન્યુઆરી ર૦૧૯માં ઉમરાહ (મકકા-મદીના) માટે કુલ ૯૬ લોકોના ૪૩.ર૦ લાખ રૂપીયા એડવાન્સ ભરેલ હતા ત્યાર બાદ જીલાની ઇન્ટરનેશનલ ટુર એન્ડ ટ્રાવેલ્સના શેરખાન દ્વારા બગદાદની ટુર કેન્સલ થયેલાનું જણાવેલ હતું અને જે સબબ ફરીયાદી દ્વારા આ બાબતે આરોપીને કાયદાકીય કાર્યવાહી કરવાનું જણાવતા ૪પ પૈકીના ૧૧ લોકોને લઇ જવાનું જણાવેલ અને બાકીના લોકોને અન્ય ટુરમાં એકજસ કરી આપવાનું જણાવેલ હતું.

ત્યાર બાદ ૯૬ લોકો કે જે મક્કા મદીના ઉમરાહ માટે ગયેલ હતા તેના રહેવા જમવા માટે અલગથી ૧ર.૬૦ લાખ તાત્કાલીક જમા કરાવવા આરોપીએ જણાવેલ હતું. નહીતર તમારા માણસોને હોટલમાંથી બહાર કાઢી મુકીશું તેમ જણાવેલ જેથી ફરીયાદીએ તેમના ગ્રાહકો સાચવવા માટે થઇને ૧૨.૬૦ લાખ રૂપીયા ચુકવી આપેલ હતા અને આ તમામ હીસાબ કર્યા બાદ ફરીયાદીએ જીલાની ઇન્ટરનેશનલ ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક પાસેથી કુલ રૂ. ૩૩ લાખ પરત મેળવવાના રહેતા હતા. જે સબબની ફરીયાદ ફરીયાદીએ નોંધાવેલ હતી અને જે સબબ આ કામના આરોપી સૈયદ જાવેદ બુરહાનીએ નામદાર ગુજારાત હાઇકોર્ટમાં કવાસીંગ પીટીશન દાખલ કરેલ હતી અને જરૂરી કાયદાકીય પ્રક્રિયા થતા આરોપી દ્વારા આ કવાસીંગ પીટીશન વિડ્રો કરી લીધેલ હતી. આ કામે મૂળ ફરીયાદી વતી કન્સલ્ટીંગ એડવોકેટ તરીકે જસદણના એડવોકેટશ્રી સાહિસ્તાબેન એસ.ખોખર તેમજ રાજકોટ યુવા એડવોકેટ શ્રી રણજીત એમ.પટગીર રોકાયેલ હતા.

(2:51 pm IST)