Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોરોના કાળમાં ધંધામાં મંદી છે ત્યારે ટેકસ અને ફીમાં વધારો ન કરોઃ રાજકોટ ટ્રાવેલ્સ ટેકસી એસોસિએશનની માંગણી

આરટીઓ અધિકારી લાઠીયાને ધંધાર્થીઓએ લેખિતમાં રજૂઆત કરીઃ જૂના ટેકસ મુજબ રાહત આપવા અનુરોધ

રાજકોટઃ રાજકોટ શહેર ટેકસી ટ્રાવેલ્સ એસોસિએશને આરટીઓ કચેરી ખાતે એઆરટીઓ શ્રી લાઠીયાને લેખિત રજૂઆત કરી હાલના સંજોગોમાં ટેકસમાં કે ફીમાં કોઇપણ જાતનો વધારો ન કરવા અને જુના ટેકસ મુજબ રાહત આપવા માંગણી કરી છે. ધંધાર્થીઓએ જણાવ્યું છે કે મહામારીના સમયમાં સતત મહિનાઓ સુધી અમારો ટેકસી ટ્રાવેલ્સનો ધંધો ઠપ્પ રહ્યો હતો. હવે માંડ થોડો ધંધો રોજગાર મળતો થયો છે ત્યાં વધારાનો ટેકસ લાદવામાં આવી રહ્યો છે. હાલ ઘરનું ગુજરાન ચલાવવામાં પણ તકલીફો પડી રહી છે. ત્યારે મહામારી પુરતાં કોમર્શિયલ વ્હીકલના ટેકસ માફ કરી આપે અને સરકાર આ મામલે યોગ્ય વિચારણા કરે તેવી માંગણી-અનુરોધ કર્યો છે. તસ્વીરમાં ટેકસી ટ્રાવેલ્સ એસોસિએશના સભ્યો અને આવેદન સ્વીકારતા આરટીઓ અધિકારીશ્રી જોઇ શકાય છે.

(2:49 pm IST)