Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પરસાણાનગરના હંસાબેન વાઢેરનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૭: જામનગર રોડ પર પરસાણાનગર-૧૦માં રહેતાં હંસાબેન ગોપાલભાઇ વાઢેર (ઉ.વ.૫૯) નામના મહિલા વહેલી સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી.

મૃત્યુ પામતનાર હંસાબેન સેન્ટ્રલ બેંકમાં દફતરી વિભાગમાં નોકરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ગ્રીનપાર્કમાં રણછોડભાઇ રાઠોડએ ઝેર પીધું

અન્ય બનાવમાં કોઠારીયા રોડ ગ્રીન પાર્કમાં રહેતાં બિપીનભાઇ રણછોડભાઇ રાઠોડ (ઉ.વ.૫૨)એ ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અગાઉ તેમને બ્રેઇન હેમરેજ થયું હોઇ તેના કારણે બિમાર રહેતાં હોવાથી આ પગલુ ભર્યાનું પરિવારજને કહ્યું હતું. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ગોૈતમનગરમાં રાકેશે કેરોસીન છાંટ્યું

ગાંધીગ્રામ ગોૈતમનગરમાં રહેતાં રાકેશ ભીખુભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૧) નામના યુવાને કેરોસીન છાંટી લેતાં તેણે પી લીધાની શંકાએ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. માનસિક તકલીફ હોવાથી આમ કર્યુ હતું. સારવાર બાદ રાતે જ રજા અપાઇ હતી.

(1:05 pm IST)