Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજકોટ ડેરીના દૂધ ઉત્પાદકો માટે કિલો ફેટે ભાવ વધારો

રાજકોટ તા. ર૭ : જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (રાજકોટ ડેરી) દ્વારા દૂધ ઉત્પાદકો માટે કિલો ફેટે ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાના જણાવ્યા મુજબ ગયા વર્ષે આ સમયે દૂધ ઉત્પાદકો ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે રૂ.૬.પ૬ ચૂકવાતા હવે તેમાં ૧૦ પૈસાનો વધારો કરીને ૬.૬૬ કરવામાં આવ્યા છે. ભાવ વધારાનો વહીવટી હુકમ ૪ દિવસ પહેલા કરી દેવામાં આવ્યો છે અમલ તા.૧ એપ્રિલ ગુરૂવારથી થશે.

(12:00 pm IST)