Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોરોના વેકસિન પર ભરોસો કરીએઃ સ્વામી પરમાત્માનંદજી

મને પણ ૧૭- ૧૮ વર્ષથી ડાયાબીટીસ છે, કોઈ આડઅસર નથીઃ સિનિયર સિટીઝનોએ વેકસીન લેવા અપિલ

રાજકોટઃ કોરોનાની વેશ્વિક મહામારીને નાબુદ કરવાનો ઉપાય વેકસિન છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખુદ વેકસિન લીધી છે. તો આપણે શા માટે ન લઇએ? આ શબ્દો છે રાજકોટ મુંજકાના આર્ષ વિદ્યાલયના શ્રી પરમાત્માનંદજીના...

  શ્રી પરમાત્માનંદજીનાએ પ્રતિભાવ આપતા કહ્યુ કે, મને ૧૭-૧૮ વર્ષથી ડાયાબીટીસ છે. મે પણ કોરોના વેકસીન લીધી છે. મને કોઇ આડ અસર થઇ નથી. તેઓએ વધુમાં કહ્યુ કે, શરૂઆતમાં અલગ-અલગ વિડીયોમાં અવનવી વાતો કરવામાં આવી હતી. પણ તે સત્ય નથી. 

 આપણા કેન્દ્રીય મંત્રીશ્રી ડો. હર્ષવર્ધન પણ તબીબ છે. આપણે સરકાર  પર વિશ્વાસ કરીએ. વેકિસન નિર્દોષ છે. કોરોનામુકિત માટે વેકસીન લઇએ. રાજકોટ જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વેકસિનેશનની  કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્રારા પાત્રતા ધરાવતા કેટેગરી મુજબ સૌને વેકસીન આપવામાં આવે તે  માટે કામગીરી ઝડપી થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. શ્રી પરમાત્માનંદજીએ પાત્રતા ધરાવતા સૌ સિનિયર સીટીજનોને વેકસિન લેવાની અપીલ કરી હતી. સૌનું આરોગ્ય સ્વસ્થ અને નિરોગી રહે તેવી શુભકામના  પણ પાઠવી હતી.

(11:54 am IST)